Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

માલિયાસણ આઇઓસી ડેપોમાં આતંકવાદી ઘુસ્યોઃ ઝડપી લેવાયો...અંતે મોકડ્રીલ હોવાનું જાહેર થયું

રાજકોટઃ કુવાડવા રોડ માલિયાસણ ખાતે આઇઓસી બોટલીંગ પ્લાન્ટમાં આતંકવાદી ઘુસી ગયાની જાણ થતાં એસઓજી સહિતનો કાફલો તથા બચાવ એજન્સીઓ તાબડતોબ પહોંચી હતી.  જો કે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયા બાદ  ઇન્સાઇટ બોમ્બ થ્રેટ મોકડ્રીલનું આયોજન  કરવામાં આવ્યું હોવાનું જાહેર થયું હતું. જેમાં આઇઓસી અધિકારીઓ, કર્મચારીઓ, ડિઝાસ્ટર શાખાન, ફાયર બ્રિગેડ સહિતની એજન્સીઓ પહોંચી ગઇ હતી. એસઓજી, કયુઆરટી, બીડીડીએસ શાખા દ્વારા સમગ્ર મોકડ્રીલની તજવીજ કરવામાં આવીહતી. ડ્રીલના અંતે પીએસઆઇ એસ. કે. રબારીએ બોમ્બ થ્રેટ સમયે સિકયુરીટી તેમજ અન્ય સ્ટાફને ધ્યાનમાં રાખવાની બાબતો અને તકેદારીઓ અંગે માર્ગદર્શન અપાયું હતું.

(3:55 pm IST)