Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સોમવારે સંત પૂ.હિરસાગર બાપાની ૮૯મી પુણ્યતિથીઃ પૂ.રામજીબાપાની ૧૦૦મી જન્મજયંતિ

સમાધિ મંદિરે ગુરૂપૂજન- સત્સંગસભા- મહાઆરતી- મહાપ્રસાદના કાર્યક્રમોઃ સંતો- મહંતો આશીર્વચન પાઠવશેઃ ભાવિકોને આમંત્રણ

રાજકોટ,તા.૨૧: સૌરાષ્ટ્ર એટલે સંતોની ભુમી આ પાવન ભુમી પર રાજકોટમાં અવતારેલ અલખના આરાધક સંત શ્રી હિરસાગરબાપા ગુરૂ શ્રી કરમશીબાપા (વાંકાનેર) કે જેઓ પૂ. શ્રી રવિભાણ સંપ્રદાય પરંપરા તથા પૂ.શ્રી ઉમગ ફોજના પ્રણેતા મૂર્તિ સમરથ સદ્દગુરૂ છે, જેઓનું વિશાળ અનુયાયીઓ જે સૌરાષ્ટ્ર- કચ્છ તથા ગુજરાતભરમાંથી બહોળી સંખ્યામાં સંત્સગી પરિવાર એકત્રીત થઈ ખુબ જ ભાવ પ્રેમપૂર્વક હર્ષ હુલ્લાસથી દરવર્ષ ભાદરવા વદ નોમના રોજ પુણ્યતિથી ભજન સંત્સગ આનંદ ઉત્સવ તેમજ મહાપ્રસાદનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શ્રી હિરસાગરબાપાના પરીવાર દ્વારા તેમની ૮૯મી પુણ્યતિથી રાજકોટ મુકામે ભાદરવા વદ નોમને સોમવાર તા.૨૩ના દિવસે સવારે ૧૦:૩૦ કલાકે 'સ્મૃતિ ધામ' સમાધી મંદિર (૫/ ભગવતીપરા, રેલ્વે ફાટક પાસે મોરબી રોડ) ખાતે ગુરૂ ચરણપુજન અર્ચનનું આયોજન તેમજ દિવસ દરમિયાન સાંજના ૫ કલાકે સત્સંગ સભા તેમજ તે રાત્રી રોજ ૯ કલાકે, મહાઆરતી, ગુરૂ વંદના તેમજ બીજી સત્સંગ સભા તથા મહા પ્રસાદનું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરાશે.

આ શુભ પ્રસંગે પૂ.સમરથ સદ્દગુરૂદેવ શ્રી હિરસાગરબાપાના અંતિમ નાદબુંદ શિષ્ય પૂ.શ્રી રામજીબાપાની ૧૦૦મી જન્મ જયંતિ વર્ષને શતાબ્દી વર્ષ તરીકે ઉજવીને સમગ્ર હિરસાગરબાપા પરીવાર શ્રધ્ધાસુમન અર્પણ થશે.

અલખના આરાધક સંત શ્રી હિરસાગરબાપા ગુરૂ શ્રી કરમશીબાપા (વાંકાનેર) પુણ્યતિથી ઉત્સવ નિમીતે પુજય શ્રી રામજીબાપા તથા પુજય શ્રી કિશનબાપા તથા પુજય શ્રી દેવજીબાપા નિર્વાણ દિવસોને સ્મૃતિદિન તરીકે ઉજવાશે. આ દિવસ શુભ અવસરે નામી અનામી સંતો આશીર્વચન પાઠવશે. આ દિવ્ય અવસરનો લાભ લેવા સંત શ્રી હિરસાગરબાપા પુણ્યતિથી ઉત્સવ સેવા સમિતી દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં સર્વશ્રી હરીભાઈ રાઠોડ, ડાયાભાઈ રાઠોડ, વાલજીભાઈ ઉભડીયા, હસમુખભાઈ મકવાણા, ચનાભાઈ, મનિષભાઈ, રોહિતભાઈ, જીજ્ઞેશભાઈ, અમીતભાઈ, નિલેશભાઈ, ખોડીદાસભાઈ નજરે પડે છે. વધુ વિગતો માટે મો.૯૩૭૫૫ ૫૦૦૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:41 pm IST)