Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

આવતા શનિવારે સમસ્ત શ્રીગૌડ બ્રાહ્મણ સમાજના રાસોત્સવઃ આરતી અને ગરબા ડેકોરેશન સ્પર્ધા

''શ્રી ગૌડનો રણકાર-૨૦૧૯ '' શિર્ષક હેઠળ સતત બીજા વર્ષે આયોજન

રાજકોટઃ તા.૨૧, આગામી તા.૨૮ સપ્ટેમ્બરને શનિવારના રોજ તળગોળોના વાળા છોડી સમસ્ત શ્રીગૌડ બ્રાહ્મણ સમાજની રચના કર્યાને એક વર્ષ પૂર્ણ થતુ હોય સમાજના ચારે તળગોળો મળી દ્વિતીય વખત આધાશકિતની આરાધનાના પ્રસંગ એટલે કે નવરાત્રી પર્વ ''શ્રી ગૌડનો રણકાર ૨૦૧૯'' કાર્યક્રમની ઉજવણી કરશે.

 

આગામી તા.૨૮ને શનિવારના રોજ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા ગોલ્ડન પેલેટ પાર્ટી પ્લોટમાં સાંજે ૬ વાગ્યાથી આ કાર્યક્રમની શરુઆત થશે. આ કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમ શ્રી સોરઠીયા શ્રી ગૌડ માળવીય શ્રી મેડતવાડ શ્રી ગોૈડ માળવીય શ્રી ગુજરાતી શ્રી ગોડ માળવીય અને શ્રી ગોૈડ  સાતુડીયા મેડતવાડ બ્રાહ્મણ સમાજ એક મંચ પર એકત્ર થશે અને રાસની રમઝટ બોલાવશે.

આ રાસોત્સવની સાથે- સાથે મહિલા મંડળ દ્વારા આરતી અને ગરબા ડેકોરેશન સ્પધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિજનો માટે સમુહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શૈલેષ જાની મહામંત્રી દિપક ભટ્ટ, શૈલેષ દવે, પંકજ ત્રિવેદી, શિરીષ ભટ્ટ, યશવંત શુકલ તથા મહિલા મંડળમાંથી રેખાબેન દવે, એકતાબેન, ક્રિષ્નાબેન જોશી, ગીતાબેન શુકલ તેમજ રાજુભાઇ દવે, જયેશભાઇ જાની, અજયભાઇ જોષી, ભાવેશભાઇ જોષી, અસીતભાઇ જાની, ઉમેશભાઇ જાની જહેમત ઉઠાવી રહયા છે.

કાર્યક્રમને લગતી વધુ વિગત માટે મો.૯૮૨૫૯ ૩૫૪૭૫ અને ૮૭૮૦૩ ૬૩૭૮૨ ઉપર સંપર્ક કરવા મોહીતભાઇ (ટીવીનાઇન) યાદીમાં જણાવાયું છે.(૪૦.૫) (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:39 pm IST)