Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કલબ યુવી વીમેન્સ વીંગ દ્વારા આજથી ત્રણ દિવસીય એકઝીબીશન કમ સેલ : ૧૦૦ થી વધુ સ્ટોલ : ફ્રી પ્રવેશ

રાજકોટ, તા. ર૧ :  પાટીદાર સમાજની સંસ્થા કલબ યુવી તેની ભગીની સંસ્થા કલમ યુવી વિમેન્સ વિંગ દ્વારા તા. ર૦, ર૧, રર સુધી એકઝીબીશન કમ સેલનું આયોજન થયું છે. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે પ્રારંભ થયો છે.

શહેરનાં ૧પ૦ ફૂટ રીંગ રોડ પર કલબ યુવીના નવરાત્રી કાર્યાલય ખાતે કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા આયોજન . આ એકઝીબીશનમાં ૧૦૦ થી વધુ સ્ટોલ ધારકોએ પોતાનાં સ્ટોલ બુક કરાવીને આ એકઝીબીશન કમ સેલમાં સહભાગી બન્યા છે.

કલર યુવી વિમેન્સ વિંગનાં પ્રેસીડેન્ટ જોલીબેન ફડદુ, સંકલન સમિતિના સભ્ય શ્રૃતીબેન ભડાણીયા, મીનલબેન પટેલ, જલ્પાબેન વાછાણી, દિપ્તીબેન અમૃતીયા, સુનીતાબેન ઓગાણજાએ વિશેષમાં જણાવેલ કે, એકઝીબીશનમાં એથનીક વેર, ડ્રેસ,ચણીયા ચોલી, પ્યોર સીલ્કની સાડીઓ, બાંધણી, રાજકોટીય પટોળા તેમજ દુપટા, કીડસ વેર, જવેલરી, ફુટવેર, બ્યુટી પ્રોડકટ, ફૂડ, પેઇન્ટીંગ, ડેકોરેશન આઇટમ છે.

ઉપરાંત ગીફટ આર્ટીકલ, વેડીંગ એસેસરીઝ, કીચન વેર, હેલ્થ કેર જેવી વિવિધ કેટેગરીમાં પ્રખ્યાત બ્રાન્ડ જેમ કે... બાન લેબ્સ, લીટલ એન્જલ, મેંગો ટ્રી, ડીઝની, મધર કેર, મારવેલ, જયોર્જીયો, એફ એન્ડ એફ, દુબઇ મેકસ, સ્પાઇડર મેન, પેપેફ્ર્પીંગ, પ્રાગ, કચ્છી હેન્ડીહ્વાફટ, ઇવા, સેવન સીઝન, પર્લ, ડી એન્ડ ડી, રીવર ડીઝાઇનર જોલા, વરમોરા, ટપર વેર, ગ્લોરીયા, ફલોરીડ, સ્પર્શ, કુડે, કીન્ઝા, લવલી, સ્વીટ ડ્રીમ, રન બેબી, ફીશર પ્રાઇઝ, હોટ વ્હીલ્સ, ડોમ્સ, વન્ડર ચીફનાં આઉટ લેટસમાં વિવિધ પ્રોડકટસને જોવા તથા ખરીદવાની તક મળશે.

કલબ યુવીનાં બોર્ડ ઓફ ડાયરેકટર, કોર કમીટી, ૧૦૮ કમીટી, બિઝનેસ વિંગ કમીટી, સાંસ્કૃતીક કલબ કમીટી, કરાઓકે કલબ કમીટી સહિતનાં કલબ યુવી પરીવારનો આ આયોજન કરવામાં પુરેપુરો સાથ સહકારી મળી રહયો છે. કલબ યુવીનાં કોર કમીટીનાં સભ્ય બીપીનભાઇ બેરા એ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે. તો બુકીંગ સહિતની કામગીરી કાજલબેન પટેલ સહિતનાં સ્ટાફ દ્રારા કરવામાં આવી છે.

વિશેષ આકર્ષણમાં પ્રખ્યાત ડર્મેટોલોજીસ્ટ ડો. પ્રિયંકા સુતરીયાએ ખાસ કલબ યુવીનાં મુલાકાતીઓ માટે બ્યુટી એકસપર્ટ સ્ટુડિયોનું આયોજન કરેલ છે. તેમાં રોજ અલગ અલગ થીમ ઉપર લાઇવ ઇન્ટરનેશનલ મેક-અપ, હેર સ્ટાઇલ, મેડીસ્કીન ટ્રીટમેન્ટનો લાઇવ ડેમો આપવામાં આવશે. તેમજ મોડેલો ધ્વારા અલગ અલગ થીમ ઉપર દરરોજ રેમ્પ વોકનું પણ આયોજન કરેલ છે.

કલબ યુવી વિમેન્સ વિંગ ધ્વારા પ્રથમ દિવસથી જ ૪ થી પ હજાર લોકો આ એકઝીબીશનની મુલાકાત લે તેવું આયોજન કરેલ છે અને એકઝીબીશન દરમ્યાન ૧૫૦૦૦ થી વિશેષ લોકો મુલાકાત લે તેવું પ્લાનીંગ કરેલ છે.

એકઝીબિશન કમ સેલમાં મેઇન સ્પોન્સર તરીકે બાનલેબ તેમજ કો-સ્પોન્સર તરીકે એવરટીન, લીટલ એન્જલ, દાવત બેવરેઝીસ, મેક બ્યુટી સ્ટુડીયો, પ્રાગ, ઉમિયા મોબાઇલ, ડી.જવેલસ, શીયર ઇટ, વરમોરા હોમવેરનો સહયોગ પ્રાપ્ત થયો છે.

કલબ યુવી વિમેન્સ વિંગની વર્કીંગ કમીટીમાં જોલીબેન ફડદુ, સોનલબેન ઉકાણી, સેજલબેન કાલાવડીયા, શીતલબેન ભલાણી, દિપાલીબેન પટેલ, શિલ્પાબેન દલસાણીયા, નિશાબેન કાલરીયા, રૂચિબેન મકવાણા, બિનાબેન માકડીયા, વૈશાલીબેન ઓગાણજા, દિપ્તીબેન અમૃતીયા, નિશાબેન લાલાણી, રેખાબેન વેષ્નાણી, શિતલબેન હાંસલીયા, સુનિતાબેન ઓગાણજા, સીમાબેન પટેલ, મિનલબેન પટેલ, રશિમબેન બેરા, જલ્પાબેન વાછાણી, હિરલબેન ધમસાણીયા, ખ્યાતીબેન પટેલ, શિલ્પાબેન કાલાવડીયા, શીતલબેન લાડાણી, પુજાબેન ગોલ, શિલ્પાબેન સુરાણી, શ્રૃતીબેન ભડાણીયા, જોલીબેન કાલાવડીયા, હેતલબેન પટેલ, તોરલબેન પટેલ, સરલાબેન પટેલ, નીતાબેન માકડીયા સહિતનાં ફરજ બજાવી રહયા છે. કલબ યુવી વિમેન્સ વિંગમાં ૧૫૦૦ થી વિશેષ પરીવારનાં બહેનો જોડાયેલ છે.

(3:38 pm IST)