Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન

તેજસ્વી વિદ્યાર્થી ભાઇ બહેનોને ૪ ગોલ્ડ, ૧૧ સિલ્વર મેડલ અને દાતાઓને પારિતોષિક એનાયત કરાશે

રાજકોટ તા. ૨૧ : લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા તા. ૨૨ ના રવિવારે સવારે ૧૦ વાગ્યે સાંગણવા ચોક, લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના અધ્યક્ષસ્થાને ૬૦ મો પ્રતિભા સન્માન સમારોહ યોજવામાં આવેલ છે. સાથે દેશભકિત ગીત પર ડાન્સ અને ટેલેન્ટ શો પણ રાખેલ છે.

રઘુવ઼શી સમાજના ઉચ્ચ ગુણાંક મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનીત  કરાશે. જેમાં ૪ ગોલ્ડ મેડલ, ૧૧ સિલ્વર મેડલ અને દાતાપરિવારજનોને સ્પે. શિલ્ડ તથા સર્ટીફીકેટ એનાયત થશે.

કાર્યક્રમમાં રાજુભાઇ પોબારૂ, નવીનભાઇ ઠકકર, ડો. નિશાંતભાઇ ચોટાઇ, યોગેશભાઇ પુજારા, ધવલભાઇ ખખ્ખર, રીટાબેન કોટક, ડો. હિમાંશુભાઇ ઠકકર, નટુભાઇ કોટક, રમેશભાઇ ધામેચા, એન. પી. ગણાત્રા (તાલુકા વિકાસ અધિકારી), શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, બી. ડી. દશાણી (રીજીયોનલ મેનેજર જી.આઇ.ડી.સી.), ડો. બ્રીજ રાજેશભાઇ તૈલી, ધર્મેન્દ્રભાઇ ગણાત્રા (સી.એસ.), અરવિંદભાઇ સેજપાલ (સૌ.એન્જીનીયરીંગ), રસીકભાઇ કોટક, મીનાબેન જસાણી (રઘુવંશી સહિયર ગ્રુપ), સી.એ. રિધ્ધીબેન ખખ્ખર તેમજ દાતા પરિવારજનો, રઘુવંશી સંસ્થાઓના અગ્રણીઓ શુભેચ્છકો ઉપસ્થિત રહેશે.

સન્માનના હકદાર તમામ વિદ્યાર્થી ભાઇ બહેનોએ સમયસર ઉપસ્થિત રહેવા લોહાણા પ્રગતિ મંડળના યોગેશ જસાણી, ડો. નીતીન રાડીયા, હિતેશ પોપટ, અશોક હિન્ડોચા, પ્રકાશ સુચક, પરેશ તન્ના, કન્વીનરો પ્રદિપ ભાગયોદય, દિલીપ સુચક, મનસુખ કોટેચા, અલ્પેશ માનસાતા, રાજેશ અઢીયા, જીમ્મી દક્ષિણી, ડો. અજયભાઇ ઠકરાર, ભુપેન્દ્રભાઇ કોટક, પાર્થ જસાણી, સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ ઠકકર, ધ્રુવિલ જસાણી તેમજ કારોબારી સભ્યોએ અનુરોધ કરેલ છે.

વિદ્યાર્થીઓને કેરીબેગ સંજયભાઇ કકકડ પરિવાર દ્વારા અપાશે. વિનોદભાઇ બુધ્ધદેવ, દિનેશભાઇ તથા સવે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:34 pm IST)