Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રેલ્વે સ્ટેશન ઉપરથી દારૂ સાથે પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૨૧: રાજકોટ રેલ્વે સ્ટેશનપરથી ૧૮ લીટર વિદેશી દારૂના જથથામાં આરોપી પકડાયો હતો જેને રેલ્વે કોર્ટે જામીનપર છોડવાનો હુકમ કર્યો હતો.

રાજકોટના રેલ્વે સ્ટેશનમાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન દ્વારા આરોપી મોહમદસિદદીકી બ્લોચને બોટલ નંગ ૧૮(૧૮ લીટર) કિમત રૂપિયા ૧૧,૮૮૦ કુલ મુદામાલ ૧૨,૦૦૦ સાથે તા.૧૭-૯-૨૦૧૯ના રોજ પકડેલ અને પ્રહોબિશન એકટ કલમ-૬૫(એ), ૧૧૬(બી) મુજબ કાયદેસર કાર્યવાહિ કરી અટક કરેલ.

ઉપરોકત આરોપી મહોમદસિદદીકી બ્લોચને રેલ્વે કોર્ટ સમક્ષ હાજર કરતા રેલ્વે કોર્ટ એક દિવસના રિમાન્ડ મંજુર કરેલ ત્યારબાદ આરોપીની જામીન અરજીમાં એડવોકેટ વૈભવ બી.કુંડલીયા તથા એજાજ એમ.મકરાણી એ દલીલ કરતા રેલ્વે કોર્ટ ઉપરોકત આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કરેલ.

ઉપરોકત આરોપી મહમદસિદદીકી તરફે રાજકોટના એડવોકેટ વૈભવ બી.કુંડલીયા તથા એજાજ એમ.મકરાણી રોકાયેલ હતા.

(3:29 pm IST)