Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

જૈન વિઝન દ્વારા સતત બીજા વર્ષે સોનમ ગરબા મહોત્સવ

જૈન શોસીયલ સેન્ટલ, મેઈન, અને જૈન યુવા ગ્રુપનો સહયોગઃ જૈન સમાજની બહેનો - દિકરીઓ માટે સીઝન પાસ ફ્રી : પ્રિન્સ - પ્રિન્સેસને સોના મહોર અને ખેલૈયાઓને ચાંદીની ગીની જેવા આકર્ષક ઈનામોની વણઝાર : સુપ્રસિદ્ધ ગાયકોના સથવારે ખેલૈયાઓ ઝુમશે : ટીમ મિલન કોઠારી દ્વારા તડામાર તૈયારીઓનો ધમધમાટ

રાજકોટ, તા.૨૧ : સમાજમાં વિવિધ સેવાકિય પ્રવૃત્ત્િ।ઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા આ વખતે સતત બીજા વર્ષે સોનમ ગરબા નવરાત્રી મહોત્સવ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ વખતે પણ જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ વિનામૂલ્યે આપવામાં આવશે. શહેરના રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના મેદાનમાં તા.૨૯થી ૭ ઓકટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.

છેલ્લા છ વર્ષની 'આવો રે આવો મહાવીર નામ લઈએ' જેવા કાર્યક્રમો ઉપરાંત સમાજોપયોગી કાર્યો કરનાર સંસ્થા જૈન વિઝન દ્વારા રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનોના સહયોગથી આ વખતે સતત બીજા વરસે નવરાત્રી દરમિયાન નવ દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીનું પર્વ મા જગદંબાની આરાધનાનું પર્વ છે અને સમાજમાં રહેલી આસૂરી શકિતઓનો નાશ કરવા માટે તેની ઉજવણી કરવામાં આવે છે. તો પાવન હેતુ માટે આ વર્ષે આ આયોજન જૈન સમાજના લોકો માટેનું જ છે અને તેમાં બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે.

આ નવરાત્રીમાં અનેક આકર્ષણો ઉમેરાશે જેમાં સીઝન પાસ કઢાવનાર બહેનોને આકર્ષક ગિફટ, નવરાત્રી વિજેતા થનાર ખેલૈયા (પ્રિન્સ-પ્રિન્સેસ)ને દરરોજ સોના મહોરથી નવાજવામાં આવશે, જોવાના પાસ ફ્રી તેમાં પણ દરરોજ લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની અપાશે, નવરાત્રી મેગા ફાઈનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તથા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ-અલગ થીમ બેઈઝ કોમ્પિટિશનમાં ઈનામો, દૂરથી રાસ રમતા સ્વજનોને નજીથી નિહાળવા વિશાળ એલઈડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડિટમ ટાઈપ બેઠક વ્યવસ્થા, રાજકોટમાં આઠ સ્થળોએ ફ્રી રાસ માટે કોચિંગ કેમ્પની વ્યવસ્થા,  જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઈનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણ અપાશે, આમંત્રિતો માટે ગજીબો-ખાસ એટેડન્સ સર્વિસ સાથે, ગામઠી મંડપ ડેકોરેશન , નયનરમ્ય લાઈટ ડેકોરેશન, ગત વર્ષની જેમ જ સરાઉન્ડિંગ હાઇ ફાઈ સાઉન્ડ સિસ્ટમ સૌરાષ્ટ્રના જૈન સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ સાથે કેટરિંગની કેન્ટિન વ્યવસ્થા કરાશે.

સુપ્રસિદ્ઘ ઓરકેસ્ટ્રા અને ગાયક વૃંદના સથવારે ગરબા કિંગ અત્ત્।ાખાન, અશ્વિની મહેતા, વિભૂતિ દોશી, વિશાલ પંચાલ અને અરુણ વાદ્યેલા જેવા સિંગરો ધૂમ મચાવશે.હિતેશ મહેતા અને ઢાંકેચા બ્રધર્સના સથવારે ઝીલ એન્ટરટેનમેન્ટ આ ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરનાર છે.

આ નવરાત્રી મહોત્સવમાં તમામ ઉંમરના વય ધરાવતી બહેનોને ૧૫ વર્ષ સુધીના બાળકો વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે જયારે જેન્ટ્સ સીઝન પાસના ૫૫૦ રૂ. થશે. સીઝન પાસ મેળવવા માટે જૈન હોવાનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ઓળખકાર્ડ આપવાનું રહેશે. વધુ વિગત માટે, જૈન વિઝન સોનમ ગરબા- ૨૦૧૯ ડો.યાજ્ઞિક રોડ જય શિયારામ પેડવાળાની સામે અથવા મો.નં.૯૩૨૮૮ ૪૪૦૫૫ ૯૩૨૮૪ ૪૪૧૯૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

આયોજનમાં જૈન આગેવાનો સર્વશ્રી મિલન કોઠારી, ધીરેન ભરવાડા, હિતેશ મહેતા, જય કામદાર, સંજય લાઠીયા, અંકુર જૈન, મનીષ મહેતા, નીતિન મહેતા, યોગેશ શાહ અમિત કોરડિયા, નિર્મિત જયેશભાઇ શાહ, સુનિલભાઈ શાહ, ભરત દોશી, જય ખાર,ા બ્રિજેશ મહેતા વિભાસ શેઠ જોડાયા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:29 pm IST)