Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

શહેરમાં રોગચાળો અટકાવવા તંત્ર ઉંધા માથેઃ ઠેર-ઠેર આરોગ્ય કેમ્પોઃ ૯ હજારની સારવાર કરી

વિવિધ પછાત વિસ્તારોમાં પપ જેટલા મેડીકલ કેમ્પ યોજાયાઃ કુલ પ૦ હજાર કલોરીન ટેબ્લેટ તથા ૬,ર૬૬ ઓ.એસ.આર.નું વિતરણઃ આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

રાજકોટ, તા.૨૧: શહેરમાં વરસાદના પગલે ભારે રોગચાળો વકર્યો છે. આ રોગચાળો કાબુમાં લેવા મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ૫૫ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  ૯ હજાર જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેનજયમીન ઠાકરની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ શહેરના ત્રણેય ઝોન હેઠળ આવતા તમામ ૧૮ વોર્ડમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે રાજકોટ શહેરમાં ગરીબ તથા પછાત વિસ્તારોમાં કુલ૫૫ જેટલા વિસ્તારોમાં આજ દિન સુધી મોબાઈલ મેડીકલ કેમ્પ કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ફકત તાવ, ઝાડા-ઉલ્ટી, શરદી-ઉધરસ, પાણીજન્ય રોગોના દર્દી, વાહકજન્ય રોગોના દર્દી, સ્ત્રી રોગ, ચામડીના રોગો તેમજ અન્ય રોગના દર્દીઓને તપાસી કેમ્પના સ્થળે જ સારવાર આપવામાં આવેલ છે. કુલ ૮૭૨૭ જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધેલ છેતેમજ ૧૨૮ જેટલા દર્દીઓને વધુ સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર પર રીફર કરવામાં આવેલ છે. વધુમાં જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ કે આ કેમ્પમાં ૪૬૮ જેટલા તાવ ના દર્દીઓને રેપીડ ડાયગ્નોસ્ટીક કિટદ્વારા લોહીની તપાસ કરીને એનું નિદાન કરીને સ્થળ પર જ સારવાર આપવમાં આવી. આ પછાત વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના અટકાયતી અને નિયંત્રણ પગલાના ભાગ રૂપે આરોગ્ય કાર્યકરો દ્વારા દ્યરે દ્યરે જઈને કુલ ૬,૨૬૬ જેટલા ઓ.આર.એસ. અને કુલ ૪૯,૧૮૦ જેટલી કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ વાહકજન્ય રોગો સામે જન જાગૃતી માટે વિવિધ કુલ ૨૬,૨૧૮ જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.ઉકત તમામ મોબાઈલ કેમ્પમાં મેડીકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર, એ.એન.એમ. સ્ટાફ, ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, એસ.આઈ., વેકસીનેટર, જુદા જુદા વિસ્તારના આશા વર્કર બહેનો દ્વારા કામગીરી કરવામાં આવેલ.અંતમાં આરોગ્ય સમિતિ ચેરમેનજયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ કેઆગામી સમયમાં શહેરના અન્ય પછાત વિસ્તારોમાં પણ દરરોજ ત્રણેય ઝોનના એક એક વોર્ડ એમ કુલ રોજના ત્રણ મોબાઈલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

(3:28 pm IST)