Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ફોનમાં મહિલાને મેસેજ કરવાના મામલે

હનુમાનમઢી ચોકમાંથી થયેલા અપહરણ અંગેની ફરિયાદને રદ કરતી હાઇકોર્ટ

રાજકોટ તા.૨૧: ફોનમાં મેસેજ કરવા બદલ હનુમાન મઢી ચોકમાં થયેલ અપહરણના ગુનાની ફરીયાદ હાઇકોર્ટ રદ કરી હતી.

ફરીયાદના કહેવા મુજબ બનાવની વિગત જોઇએ તો મુળ ફરીયાદી ધર્મેશભાઇ પ્રવિણભાઇ પરમાર મોબાઇલ રીપેરીંગને લગતુ કામકાજ તથા એરટેલ કંપનીમાં સેલ્સમેનનું કામકાજ કરતા હોય, તા.૨૭-૬-૨૦૧૮ના રોજ ફરીયાદીના શેઠનો ફોન આવતા શેઠએ ફરીયાદીને જણાવેલ કે તમારો ફોન જે દુકાને છે તેમાં કોઇ વ્યકિતના ફોન આવે છે અને જેમફાવે તેમ ગાળાગાળી કરે છે અને તારૂ નામ સરનામુ પુછે છે, તેથી તમો દુકાને આવી જાવ, તેથી આ કામના ફરીયાદી દુકાને જતા ફરીયાદીનો ફોન ચાલુ હોય તેમાં વાત કરતા, કોઇ અજાણ્યા શખ્સોએ ગાળાગાળી કરી ફરીયાદીને હનુમાન મઢી ચોકએ બોલાવેલ, તેથી ફરીયાદી તેના બે મીત્ર સાથે હનુમાન મઢી ચોકએ ગયેલ, હનુમાન મઢી ચોકએ છ અજાણ્યા શખ્સો આવી ફરીયાદી કઇ પણ સમજે તે પહેલા મારામારી કરી ફરીયાદને સફેદ કલરની બોલેરો કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી લઇ ગયેલ.

ત્યારબાદ આ કામના ફરીયાદીને જણાવેલ તે ''તુ કેમ મારી પત્નિને મેસેજ કરેલ છે હવે તુ અમારી વાત માની જા નહીતર તને વાડીએ લઇ જઇ ઉંધો લટકાવી દઇશુ'' તેવુ જણાવી કારમાં યુનીવર્સીટી રોડ પર ડીઝલ પુરાવી ફરીયાદીને મુંઢ માર મારી યુનીવર્સીટીના ગેઇટ પાસે છોડી દીધેલ હતો, જેથી ફરીયાદીએ તા.૨૭-૬-૨૦૧૮ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનએ જઇ આરોપીઓથી ભારતીય દંડ સહીતાની કલમ-૩૬૫,૩૨૩,૧૪૩,૧૪૭,૧૪૯,૫૦૪,૫૦૬ (૨) , તથા જી.પી.એકટની કલમ-૧૩૫ (૧)મુજબ ફરીયાદ નોંધી આરોપીઓ દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા ગોહીલ, હરદીપસિંહ ભટ્ટી, પ્રિયજીત પરમાર વિગેરેની અટકાયત કરી હતી.

ત્યારબાદ આરોપીઓએ રાજકોટના સેસન્સ જજ શ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટ સમક્ષ અરજી કરી રેગ્યુલર જામીન મેળવેલ હતા, સદરહું ફરીયાદ બાદ ઉપરોકત આઠ આરોપીઓેએ ઉપરોકત કેસ રદ કરવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ક્રીમીનલ મીસ.એપ્લીકેશન નં.થી અરજી દાખલ કરેલ હતી જે પીટીસન બાબતે કોર્ટએ આરોપીના વકીલને તથા ફરીયાદીને સાંભળી ઉપરોકત ગાંધીગ્રામ પોલીસ સમક્ષ નોંધાયેલ ફરીયાદ હુકમ કરી રદ કરેલ છે. આ કામે તમામ આરોપીઓ વતી એડવોકેટ શ્રી કેયુર રૂપારેલીયા તથા ઉદયભાઇ ખુમાણ રોકાયેલ હતા.

(3:27 pm IST)