Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ગોંડલ રોડ પરથી મનોજ ઉર્ફે મીથુન ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ તા.૨૧: શહેરના ગોંડલ રોડ પી.ડી.એમ.કોલેજ પાસેથી માલવીયાનગર પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નરની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ.એન.એ.નચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એ.ચંપાવત એએસઆઇ વેલુભા ઝાલા, હેડકોન્સ દીગ્યાલસિંહ, ભાવેશભાઇ,હરપાલસિંહ, કુલદીપસિંહ ભાવીનભાઇ તથા મસરીભઆઇ સહિત પેટ્રોલીગંમાં હતા. ત્યારે ભાવેશભાઇ, અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ પી.ડી.એમ. કોલેજ પાસેથી મનોજ ઉર્ફે મીથુન દેવજીભાઇ સોલંકી (ઉ.વ.૨૩)(રહે ગોકુલનગર શેરી નં.૬)ને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ તપાસ આદરી છે.

(3:26 pm IST)