Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

બોલેરોની ઠોકરે ચડેલા ૧૯ વર્ષના અનિલ જેતાણીનું મોત

ધનડા (વિછીયા)ના યુવાને રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૧: વિછીયાના ધનડા ગામે રહેતાં અનિલ રમેશભાઇ જેતાણી (ઉ.૧૯) નામના યુવાનને તા. ૧૮/૯ના રોજ હાથસણી ગામ પાસે બાઇક હંકારીને જતો હતો ત્યારે બોલેરો પિકઅપની ઠોકરે ચડી જતાં ઇજા થતાં વિછીયા સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું આજે મોત નિપજતાં માલવીયાનગર પોલીસે કાગળો કરી વિછીયા પોલીસને જાણ કરી હતી.

(3:26 pm IST)