Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ત્રંબામાં માનવ મંદિરની જર્જરીત દિવાલ રિપેર ન થાય તો વિજ કચેરી સામે ધરણા

ત્રણ વર્ષથી દિવાલ જર્જરીત થઇ ગઇ હોઇ ૧૦૦ જેટલા માનસિક વિકલાંગ લોકો પર ભય ઝળુંબી રહ્યો છેઃ બે મહિનામાં રિપેરીંગની ખાત્રી આપતા ઇજનેર

રાજકોટઃ  ત્રંબા ગામમાં આર. કે. યુનિવર્સિટી નજીક આવેલા માનવ મંદિરમાં ૧૦૦ જેટલા મંદબુદ્ઘિના લોકો એક વર્ષથી ન્યાય માટે ઝંખી રહ્યા છે. હવે ન્યાય હવે ચાર દિવસમાંઙ્ગ ન્યાયી કાર્યવાહી નહિ થાય તો પીજીવીસીએલની કચેરી ખાતે ધરણા શરૂ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે. આ માનવ મંદિરમાં ધીરૂભાઈ કોરાટ જે પોતાની જમીન જાયદાદ છોડીને વિના મૂલ્યે માનસિક અસ્વસ્થ લોકોની સેવા કરી રહ્યા છે. ૨૦૦૩ કસ્તુરબા આશ્રમ દ્વારા ધીરૂભાઈ કોરાટને માનવ મંદિર બનાવવા જમીન અપાઇ હતી. તે વખતે મંદિર ફરતે સિમેન્ટના પાપડાની દિવાલ બનાવી હતી અને ચાર-પાંચ વર્ષ બાદ તેની બાજુમાંઙ્ગ પીજીવીસીએલ દ્વારા ૬૬ કેવી ગુજકો સેન્ટર બનાવાયું હતું. ત્યારે માનવ મંદિરની દિવાલ હટાવી તેના પર નવી પથ્થરની દિવાલ બનાવી હતી. પરંતુ આ દિવાલમાં ગાબડા પડી ગયા છે અને જર્જરીત થઇ ગઇ છે. તેને રિપેર કરાવવા ધીરૂભાઇ દ્વારા ત્રણ વર્ષ થી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પીજીવીસીએલ તંત્રવાહકો ધ્યાન આપતા નથી.

ધીરૂભાઇએ કહ્યું હતું કે માનવ મંદિરના ગ્રાઉન્ડની અંદરથી ૬૬ કેવીના થાંભલા ઉભા કરીને આર કે યુનિવર્સિટીને વિજળી અપાય છે. એક દિવસ અચાનક ચાલુ તાર તૂટીને પડતા માનસિક વિકલાંગો માંડ-માંડ બચ્યા હતાં. ત્યારે પણ પીજીવીસીએલ કચેરીમાં રજુઆતો કરી હતી. ત્યારે  અમને થાંભલા ફેરવવા ૫૦ હજાર ફી ભરવા કહેવાયું હતું. એ ફી ભર્યા પછી થાંભલા હટાવાયા હતાં.  હવે જર્જરીત દિવાલ અને સાવ નીચાણમાં વિજવાયર નીચે માનસિક વિકલાંગ લોકો આટાફેરા કરતાં હોઇ ગમે ત્યારે દૂર્ઘટના સર્જાય તેવો ભય છે.  આ દિવાલ તાકીદે રિપેર કરાવવા માંગણી છે. બીજી તરફ ગુજકોના જુનિયર એન્જિનીયર એમ. ડી. અજમેરાએ કહ્યું હતું કે માનવ મંદિર દ્વારા અમોને લેખિતમાં રજૂઆત મળી છે,ે બે મહિનામાં દિવાલનું કામ થઇ જશે. તસ્વીર ત્રંબાથી જી.એન. જાદવે મોકલી હતી.  (૧૪.૫)

(11:25 am IST)