Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રાજકોટ-મોરબી-મેટોડા-શાપર વેરાવળના ઉદ્યોગ જગતની બિઝનેશ લીંક ડિરેકટરીનું વિમોચન

 રાજકોટ :  ઉદ્યોગ ક્ષેત્રે દરરોજ નવા-નવા શિખરો ઉદ્યોગપતિઓ સર કરી રહયા છે, ત્યારે રાજકોટ,મોરબી, મેટોડા, શાપર-વેરાવળની ઓૈદ્યોગીક ક્ષેત્રની માહિતી એ ટુ ઝેડ બિઝનેશ ગાઇડ ''બિઝનેશ લીંક ડિરેકટરી ૨૦૧૯-૨૦૨૦'' નું વિમોચન કરવામાંઆવ્યું છે.

૨૩૬ પાના ના આ દળદાર પુસ્તકનું સંપાદન કલ્પેશભાઇ ઉનડકટ દ્વારા કરવામાં આવ્યું છે, જેની કિંમત રૂ. ૫૦૦  છે.

વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં નવી-નવી ઉપલબ્ધીઓ આપણા ઉદ્યોગપતિઓ દ્વારા હાંસલ કરવામાં આવી રહી છે, ત્યારે ઉદ્યોગ જગતની માહિતી એકજ પુસ્તકમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.

વ્યાપાર, વ્યવહાર માટે ફોનની અગત્યતા વધી છે ત્યારે શહેરના ઘણા પ્રકારના વ્યવસાયો, ઉદ્યોગો વિભાગવાર અદ્યતન રીતે રજુ કરી રહયા છીએ. જેમાં વ્યાપાર સેવા, સામાજીક ક્ષેત્રો, ડોકટર, સરકારી કાર્યાલયો, ટ્રાન્સપોર્ટ, રેલ્વે, વ્યવસાયો, મશીનરી ઉદ્યોગ જેવી ઉપયોગી માહીતીઓની તદન નવા સરનામા તથા ફોન નંબર સાથેની માહીતી અત્રે રજુ કરેલ છે. આ ડિરેકટરીમાં દરેક વ્યવસાયની માહીતી ગુજરાતી આલ્ફાબેટીક-ક્કકા પ્રમાણે ગોઠવેલ છે. મશીનટુલ્સ, મશીનરી પાર્ટસ,ડાઇઝ, વિગેરે વિશેની માહીતી તેમજ રાજકોટ, મોરબી,શાપર, મેટોડા, બામણબોર, તથા કુવાડવા જી.આઇ.ડી.સી. ધંધાને લગતી તમામ પ્રકારના બદલાયેલા નવા સરનામા તથા નવા ફોન નંબરો સાથે આ એકજ પુસ્તકમાં સમાવી લેવાઇ છે. આ પુસ્તક ફોન કરવાથી મળી રહેશે.

    પ્રાપ્તિ સ્થાનઃ

પુસ્તક :  બિઝનેશ લીંક

ડિરેકટરી ૨૦૧૯-૨૦

સંપાદક : કલ્પેશભાઇ ઉનડકટ

કિંમત   : રૂા ૫૦૦ મો. ૯૮૨૪૨ ૪૧૫૩૬

(11:30 am IST)