Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કરનો ઈન્ટરવ્યુ ઓસ્ટ્રેલિયાના રેડીયોમાં પ્રસારિત થયો : માહિતી આપી

બહેરાશ, કાન, નાક, ગળાની તકલીફ અંગે માર્ગદર્શન આપ્યુ

રાજકોટ : ઓસ્ટ્રેલિયા ની એસબીએસ રેડિયો ગુજરાતી ચેનલ દ્વારા કાન ની સંભાળ વિષે ઈએનટી સર્જન ડો હિમાંશુ ઠક્કર નો ખુબજ માહિતી સભર ખાસ ઇન્ટરવ્યૂ ઓસ્ટ્રેલિયા માં રેડિયો પોડકાસ્ટ થયો.

અત્રે પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટ ના જાણીતા ઈએનટી સર્જન ડો હિમાંશુ ઠક્કરે ઓસ્ટ્રેલિયા સ્થિત એસબીએસ રેડિયો ગુજરાતીને એક ખાસ ઇન્ટરવ્યૂ આપેલ હતો જેમાં આઙ્ખસ્ટ્રેલિયા માં ઉનાળા દરમ્યાન કાન ને લગતી સમસ્યાઓ અને કઈ રીતે કાન ની સંભાળ લેવી તે વિશે ખુબજ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.જેમાં કાનમાં કયારેય કોઈ વસ્તુ નાખવી નહીં.સ્વીમીંગ કરતી વખતે ઈયર પ્લગ અને કાન ઢંકાય તેવી કેપ પહેરવી.

નિયમિત રીતે ડોકટર પાસે કાન તપાસ કરાવવી. દુઃખાવો થાય તો ડોકટરની સલાહ વિના ઈયર ડ્રોપ્સ વાપરવા નહીં. અમુક દવાઓની કાન અને શ્રવણ શકિત પર આડ અસર થતી હોય છે તેથી કોઈ પણ માંદગીમાં ડોકટરની સલાહ વિના દવા લેવી નહીં. વિ વિશે વિસ્તૃત માહીતિ આપેલ હતી. આ ઇન્ટરવ્યૂ સાંભળવા માટે લિંક http://www.sbs.com.au/gujarati

આ અગાઉ પણ ડો હિમાંશુ ઠક્કર ના ઈન્ટરવ્યું ઓસ્ટ્રેલિયા ની એસબીએસ રેડિયો ચેનલ દ્વારા પોડકાસ્ટ કરવા માં આવ્યા છે જેમાં એલર્જી વિષે. મોટા અવાજ થી થતી બહેરાશ વિષે. કાન નાક ગળા માં કંઈ ફસાય જાય તો શું કરવું? વિ વિવિધ સમસ્યાઓ વિશે ખુબજ ઉપયોગી માહીતી સભર ઈન્ટરવ્યું ઓસ્ટ્રેલિયા ખાતે પોડકાસ્ટ થયેલ છે.જે રાજકોટ માટે ખુબજ ગૌરવ ની વાત છે.

સ્થળ - ડો ઠક્કર ની દાંત તથા કાન નાક ગળા ની હોસ્પિટલ ૨૦૨ લાઈફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ ફોન ૦૨૮૧- ૨૪૮૩૪૩૪.

(11:22 am IST)