Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

દિવાળીમાં કયાં ફરવા જવું છે તેની મૂંઝવણ છે ? કાલે રાજકોટમાં ફ્રી સેમિનાર

પ્રભાવ ટ્રાવેલ્સ એન્ડ હોલિડેઝનું આયોજનઃ દેશ-વિદેશના પેકેજની ઓડિયો-વિઝયુઅલ માહિતી અપાશે

રાજકોટઃ તહેવારો નજીક આવે એટલે ગુજરાતીઓ ફરવા જવાના પ્લાન જરૂર બનાવતા હોય છે. દર વર્ષે પરિવાર સાથે ફરવા જવાવાળાની સંખ્યા ખાસ્સી હોય છે અને તેમાં પણ સૌરાષ્ટ્રવાસીઓ અગ્રેસર હોય છે. ઘણી વખત કયાં સ્થળે ફરવા જવું તેની મીઠી મૂંઝવણ પણ અનુભવાતી હોય છે પણ હવે આ મૂંઝવણનો ઉકેલ રાજકોટની પ્રખ્યાત ટ્રાવેલ એજન્સી પ્રભાવ ટ્રાવેલ્સ એન્ડ હોલિડેઝ દ્વારા લાવવામાં આવ્યો છે.   ૨૨મી સપ્ટેમ્બરને રવિવારે સવારે ૧૦-૩૦ વાગ્યે  લીમડા ચોકમાં આવેલી હોટલ કમ્ફર્ટ ઈનમાં પ્રભાવ ટ્રાવેલ્સ એન્ડ હોલિડેઝ દ્વારા દિવાળીના પ્રવાસ વિશેની માહિતી આપતો વિનામૂલ્યે ઓડિયો વિઝયુઅલ સેમિનાર રાખવામાં આવ્યો છે. આ સેમિનારમાં સિંગાપુર, મલેશિયા, ફૂકેટ, ક્રાબી , થાઇલેન્ડ અને ડ્રિમ ક્રુઝ પેકેજ ટુરની માહિતી આપવામાં આવશે.

 પ્રભાવ ટ્રાવેલ્સના અમેશ દફતરીના જણાવ્યા અનુસાર, વિદેશના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન ઉપરાંત આ સેમિનારમાં કેરળ ( મુન્નાર, થેક્ક્ડી,કુમારકોર વાયનાડ ), મનાલી, સિમલા, ડેલહાઉસી, ખજિયાર, કોર્બેટ, નૈનિતાલ, કસોની , મસુરી , હરિદ્વાર જેવા વિવિધ પેકેજની ઉપયોગી માહિતી પણ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય  છે કે પ્રભાવ ટ્રાવેલ્સ એન્ડ હોલિડેઝ છેલ્લા ૨૩ વર્ષથી આ વ્યવસાયમાં છે અને હજારો ગ્રાહકોનો વિશ્વાસ જી તેલો છે. અત્યાર સુધીમાં ૫ હજારથી વધુ લોકોએ પ્રભાવના સંગાથે પ્રવાસ કરેલો છે. પ્રભાવની સાથે સિંગાપુર અને મલેશિયાના પ્રવાસે જનારા પ્રવાસીઓને ભોજનમાં સ્પેશ્યલ મેનુ પીરસવામાં આવે છે જેમાં કેરીનો રસ, શ્રીખંડ, ગુજરા તી રોટલી, ઢોકળા, ખીચડી, કઢી , છાસ વગેરેનો સમાવેશ થાય છે.

સેમિનારમાં ભાગ લેવાં માટે અમેશ દફતરી ( ૯૩૨૭૭ ૪૬૨૦૨ ) અથવા પ્રકાશ વિસાણી ( ૯૭૨૫૨ ૫૦૫૦૪ )  ૦૨૮૧-૨૪૭૩૬૦૩ નો સંપર્ક કરવા અથવા પ્રભાવ ટ્રાવેલ્સ, ૧૦૯, સ્ટાર પ્લાઝા , ફૂલછાબ ચોક રાજકોટનો સંપર્ક કરવા  યાદીમાં જણાવાયું છે.

(11:21 am IST)