Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ફેસબુક ગ્રુપ 'ફુડીઝ ઇન રાજકોટ' દ્વારા કાલે 'ટોપ શેફ' કોમ્પીટીશન

હોટલ ફર્ન ખાતે આયોજન : વિનાુમલ્યે એન્ટ્રી : અકિલા મીડીયા સપોર્ટર : બે રાઉન્ડમાં કોમ્પીટીશન : ફાઇનલ પ વિજેતાઓને હોટલ ફર્નનના મેનુમાં ઇન્કલુડ થવાની તક

રાજકોટ તા. ૨૯ : સ્વાદીષ્ટ અને વેરાઇટી કહી શકાય તેવી રસોઇ બનવવાનો શોખ ધરાવનારાઓને એક મંચ પર લાવવાના પ્રયાસરૂપે રાજકોટમાં કાલે જબરદસ્ત કોમ્પીટીશન થવા જઇ રહી છે.

ફેસબુક ગ્રુપ 'ફુડીઝ ઇન રાજકોટ' દ્વારા કાલે રવિવારે હોટલ ફર્ન ખાતે 'ટોપ શેફ' શીર્ષકતળે આ સ્પર્ધાનું આયોજન થયુ છે.

આ અંગેની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા ફેસબૂક ગ્રુપ 'ફુડીઝ ઇન રાજકોટ' ના સ્થાપક શ્રીમતી કવિતા રાયચુરા અને ધવલભાઇ રાયચુરાએ જણાવેલ કે રસોઇના શોખીનો માટે આ એક અલગ જ પ્રકારનું આયોજન થવા જઇ રહ્યુ છે. જેમા 'અકિલા' પણ મીડીયા સપોર્ટર તરીકે સહયોગી બનેલ છે. કદાચ સૌરાષ્ટ્રમાં આ રીતે ઓનલાઇન માધ્યમના મેમ્બરો માટે આટલી મોટી કોમ્પીટીશન પ્રથમ જ હશે.

કાલે તા. ૨૨ ના બપોરે ૨.૩૦ થી પ.૩૦ હોટલ ફર્ન રાજકોટ ખાતે આયોજીત આ 'ટોપ શેફ' કોમ્પીટીશન બે રાઉન્ડમાં યોજાશે. જેમાનો પ્રથમ રાઉન્ડ ઓનલાઇન છે. એટલે કે દરેક સભ્યોએ પોત પોતાની ફુડ ડીશની રેસીપી, ફોટા, વિડીયો વગેરે વિગતો ફેસગ્રુપ પેઇજ પર અપલોડ કરવાની રહેશે.

બાદમાં તેમાથી ૫૦ સીલેકશન થશે. અને આ પ૦ સ્પર્ધકો વચ્ચે બીજા રાઉન્ડની તૈયારી કરાવાશે. આ ફાઇનલ રાઉન્ડ હોટલ ફર્ન ખાતે યોજાશે અને તેમાં પ વિજેતા જાહેર કરાશે. અહીં વિજેતા બનેલ ફસ્ટ વિનર અને ચાર રનર્સઅપને હોટલ ફર્નનના મેનુમાં ફોટા સાથે ઇન્કલુડ થવાની તક મળશે.

નિર્ણાયક તરીકે કવિતા રાયચુરા તેમજ હોટલ ફર્ન રાજકોટના હેડ શેફ તેમજ હોટલ ફર્ન અમદાવાદના હેડ શેફ સેવા આપશે.

આ કન્સેપ્ટના વિચારબીજ અંગે ફોડ પાડતા કવિતા રાયચુરાએ જણાવેલ કે હું પરણીને રાજકોટ આવ્યા બાદ બાળકોના લંચ માટે શું ફુડ તૈયાર કરવુ તેની રોજ સમસ્યા રહેતી. બાદમાં મારા પતિ ધવલ રાયચુરા કે જેઓ વ્યવસાયે આર્કીટેક અને કન્સ્ટ્રકશનની લાઇન સાથે સંકળાયેલા છે તેમના સજેશનથી અમે આ સમસ્યાનું ઓનલાઇન સોલ્યુશન લાવવા પ્રયાસ કર્યો. એ રીતે આખુ એક ઓનલાઇન  ફેસબુક ગ્રુપ અસ્તિત્વમાં આવ્યુ. હાલ 'ફુડીઝ ઇન રાજકોટ' નામથી કાર્યરત ૭૦ હજારથી વધુ સભ્યો ધરાવે છે. અહીં સભ્યો પોત પોતાની રીતે સારી ફુડ ડીશની વિગતો પોષ્ટ કરતા રહે છે. એક પોષ્ટ મુકતાની સાથે જ ૮ થી ૧૦ હજાર વ્યુઅર મળી જાય છે. આમ અમારૂ ફેસબુક ગ્રુપ 'ફુડીઝ ઇન રાજકોટ' ખુબ સમૃધ્ધ થતુ ગયુ અને હવે તેના માધ્યમથી જ સૌથી મોટી કહી શકાય તેવી અનોખી 'ટોપ શેફ' કોમ્પીટીશન યોજવા જઇ રહ્યા છીએ.

ગ્રુપ મેમ્બર માટે મર્યાદીત આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પહેલા ઓનલાઇન સભ્ય થવાની વિનામુલ્યે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. સભ્ય બન્યા બાદ ભાગ લઇ શકશે.

વધુ માહીતી માટે https: //www.facebook.com/ groups/ foodies FINR લીંક ઉપર વિઝીટ કરવા અથવા કવિતા રાયચુરા મો.૯૯૭૯૮ ૮૭૮૪૮ અને પાયલ નથવાણી મો.૯૯૦૪૨ ૪૨૪૨૬ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કવિતા રાયચુરા અને ધવલ રાયચુરા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

(11:21 am IST)