Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

લાભુભાઇ ત્રિવેદી ઇજનેરી કોલેજમાં ''એન્જીનીયર્સ ડે''ની ઉજવણી

રાજકોટ : મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભુભાઇ ત્રિવેદી કોલેજ ખાતે સર એમ.વિશ્વેશ્વરૈયાની યાદમાં તા. ૧૫ના એન્જીનીયર્સ ડે ઉજવવામાં આવેલ. જેના અંતર્ગત ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ટેકનીકલ ઇવેન્ટ જેવી કે ટેકનોકવીઝ, કેડ માસ્ટર, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, પોસ્ટર મેકિંગ, તેમજ સ્પોર્ટ્સ પ્રવૃતિ ક્રિકેટ, કબ્બડ્ડી, ચેસ, બેડમિન્ટન જેવી રમતોમાં હોશભેર ભાગ લીધેલ હતો. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ તેમજ સમગ્ર ડિપાર્ટમેન્ટના હેડ એ હાજરી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન માટે ડિપ્લોમા ડીન પ્રો.પ્રશાંત વ્યાસ અને સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(4:00 pm IST)