Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ગણપતિ બાપા મોરીયા

અત્યારે ચારે બાજુ ગણેશ મહોત્સવ ચાલી રહયો છે જાણે આખું શહેર ગણેશજી ના રંગ માં રંગાઈ ગયું છે.અસંખ્ય જગ્યાઓ એ ગણેશજી ની મુર્તી ની સ્થાપના,ઉત્ત્સાહ થી થતું તેમનું પુજન , આરતી અને રોજેરોજ અલગ અલગ કાર્યક્રમોનુંઙ્ગ આયોજન.આ ઉજવણી પરથી જ તમે ગણેશજીના મહત્વ ને સમજી શકો છો....ગણપતિને સૌથી લાડકાં દેવ તરીકે સ્થાન મળ્યું છે કે જેમને એક નાનકડાં બાળક ની જેમ લાડ કરી શકાય,જેમનું વ્યકિતત્વ એક બાળક જેટલું જ નીખાલસ છે,અને એટલે જ તો બાળકો ના મનપસંદ દેવ ગનુ(ગણેશ) છે .કોઈ પણ સારા કાર્ય માં સૌપ્રથમ ગણપતિ ને જ યાદ કરવા માં આવે છે જેથી કાર્ય માં કોઈ જ વિઘ્ન ના આવે. વિઘ્નહર્તાનું બિરૂદ પણ ગણેશજીને આપવામાં આવ્યું છે,જે આપણા કાર્ય ની તમામ જવાબદારી લઈ ને તેને પુરુ કરવાનો સાચો માર્ગ આપણને દેખાડે છે તેમજ નિઃસ્વાર્થપણે અને સાચા દીલ થી કરેલા કાર્ય નું ફળ પણ ચોકકસ આપે જ છે..

હમણાં જ એક જગ્યા એ ગણપતિ નાં દર્શન કરવા ગયાં , ખુબ જ સુંદર ગણેશજી ની મુર્તિ અને એકદમ જ ભકિતમય વાતાવરણ...આજુબાજુમાં નજર કરી તો મોટાં ભાગના લોકો પોતપોતાના ફોટાં લેવામાં જ એટલાં વ્યસ્ત હતાં કે ગણપતિની મુર્તિ કરતા પણ એમની મુર્તિ સાથે પોતાનો ફોટો બરાબર આવે છે કે નહીં એને જ વધુ મહત્વ આપતાં હતાં અને અમુક લોકો આલગ અલગ જગ્યાએ પધરાવેલા ગણપતિ માંથી કેટલાં જોવાઈ ગયાં અને કેટલાં બાકી છે તેની ચર્ચા કરતા હતા .. .સ્ટેજ પર ભગવાન ની પ્રતિમા પાસે કોઈપણ ને ફકત ૧ઙ્ગ જ મીનીટ દર્શન કરવા દેવામાં આવતા હોય તે ૧ મીનીટ પણ ભગવાન ને યાદ કરવાને બદલે તમે એક નવું પ્રોફાઈલ પીકચર બદલવાનો વિચાર કરતાં હો તો શું તમને ખરેખર દર્શન કરવાનો અધિકાર છે???બધા એ પોતાની જાત ને એક પ્રશ્ર્ન પુછવાની જરુર છે કે શું તેઓ પોતાના મનથી,પોતા માટે ,ગણપતિ પર ની શ્રધ્ધા ને કારણે જ તેમનાં દર્શન કરવા જાય છે કે ફકત કોઈ બીજાને દેખાડવા , અને પોતાની ઙ્કગેલેરીઙ્ખ માં એક વધુ સેલ્ફી વધારવા માટે ???

ભગવાન પરની શ્રધ્ધા હોવી જોઈએ અને તે જ શ્રધ્ધા કોઈ પણ અશકય વસ્તુ ને પણ શકય બનાવી શકે છે પરંતુ શ્રધ્ધા ના નામે આ એક દેખાડો બની ગયો હોય એવું નથી લાગતું?? ભગવાન ને દીલ થી યાદ કરી ને કોઈ એક જગ્યાએ દર્શન કરી લો તો બીજે કયાય જવાની જરુર નથી આ કોઈ બીઝનેસ થોડો છે કે જેમાં બધી જ જગ્યાએ દર્શન કરવાનો ટાર્ગેટ પુરો થવો જ જોઈએ અને જો પુરો ના થાય તો આપણે સગાસંબંધી રુપી હરીફથી પાછળ રહી જાઈએ.....સાચી રીતે ગણપતિ દાદા ને યાદ કરવા જ હોય તો તેમના સિદ્ઘાંતો ને જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરી શકાય કે જેઓ ને માતા પિતાના ચરણમાં સ્વર્ગ દેખાતું તો આપણે પણ માતા પિતા ના બાકીના જીવનને એમના માટેઙ્ગ સ્વર્ગ જેવું બનાવવાની એક કોશીશ કરીએ ,ઉંદર જેવાં નાનકડાં પ્રાણી ને પણ જેમણે પોતાનું વાહન બનાવ્યું એ વસ્તુ જ સાબીત કરે છે કે કોઈપણ નાના માં નાની વ્યકિત ને પણ પુરતું માન આપવું જોઈએ પછી એ ઉંમરમાં નાની હોય,હોદા માં કે બીજી કોઈ પણ રીતે...શું આપણે રોજીંદા જીવનમાં પણ આ સિદ્ઘાંત અપનાવી ના શકીએ કે જેના થકી બીજી ઘણી વ્યકિતઓ આપણી અને પોતાની નજર માં પોતાનું ખોવાયેલું માન પાછું મેળવી શકે ..ગણપતિજી ના કાન એકદમ મોટાં બતાવવામાં આવ્યાં છે કે જેઓ બધાંના વિઘ્નો સાંભળી ને તેને દુર કરે છે જયારે આપણે હંમેશા કાંઈક બોલવાં જ માંગીએ છીએ ,બીજાનું સાંભળવાની ધીરજનો આપણામાં સદંતર અભાવ છે અને તેથી જ એકબીજા ને જોઈએ તેટલું સમજી નથી શકતા અને એ જ વસ્તુ સંબંધ ને પુરો કરવા માટે પુરતી છે..તો ચાલો આજથી દરેક ખોટી હરીફાઈ અને દેખાદેખી માંથી બહાર નીકળી ને શ્રધ્ધાપુર્વક ગણપતિદાદાને હાથ જોડી ને પ્રાર્થના કરીએ કે આપણને પણ એમના સિદ્ઘાંત પ્રમાણે જીવન જીવવા માટે સતત પ્રેરણા આપે અને હંમેશા આપણે પણ તેમની જેમ કોઈપણ ના જીવનનાં વિઘ્નો દુર કરવામાં તેમની મદદ કરી શકીએ તે માટે સક્ષમ બનાવે..(૩૭.૧૧)

સી. એ. રિદ્ધિ કે. ખખ્ખર ૯૬૩૮૯૦૧૧૧૪

(4:02 pm IST)