Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સૌરાષ્ટ્રમાં વરસાદ માટે લક બાય ચાન્સ

જો સિસ્ટમ્સ ઝડપથી આગળ વધશે તો ગુજરાતના બોર્ડરના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને જો ધીમી ચાલશે તો એમ.પી. અને ઉત્તર તરફ સરકી જશે : તા.૨૩થી ૨૫ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં વરસાદ પડશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૧ : ગત ૧૮મીએ બંગાળની ખાડીમાં એક લોપ્રેશર થયુ હતું. જે ગઈકાલે ડિપ્રેશન બન્યા બાદ ડિપડિપ્રેશન બની ગઈકાલે રાત્રે વાવાઝોડામાં પરિવર્તિત  થયુ હતું. જેનું નામ 'ડાયે' રાખવામાં આવ્યું છે. આ વાવાઝોડુ આજે સવારે નબળુ પડી ડિપડિપ્રેશનની માત્રાએ છત્તીસગઢ અને ઓરીસ્સાની બોર્ડરે પહોંચી ગયું છે. હાલમાં તેનો ટ્રેક પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ છે. જે તા.૨૨ સુધીમાં પશ્ચિમ યુપીમાં પહોંચી જશે.

આ સિસ્ટમ જો ઝડપથી ચાલે તો ગુજરાત સુધી પહોંચી શકે તેમ છે. આ સિસ્ટમને એક બીજી સિસ્ટમ અસરકર્તા રહેશે. વેસ્ટર્નલી ટ્રફના લીધે ઉત્તર તરફ સરકી જાય તેવી શકયતા છે. જો આ સિસ્ટમ ધીમી ચાલશે તો એમપીથી ઉત્તર તરફ સરકી જશે અને જો ઝડપથી ચાલે તો ગુજરાત બોર્ડર સુધી પહોંચી શકે તેમ છે.

તા.૨૩ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન રાજસ્થાન અને ઉત્તર ભારતના ભાગોમાં તેમજ એમ.પી., પૂર્વ રાજસ્થાન, દિલ્હી, જમ્મુ - કાશ્મીર સુધી વરસાદ પડશે. જો આ સિસ્ટમ ઝડપથી ચાલશે તો ગુજરાતના બોર્ડર વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે અને જો સિસ્ટમ પશ્ચિમ તરફ જાય તેમ વરસાદની માત્રા ઘટતી જાય જેથી હાલના સંજોગો પ્રમાણે સૌરાષ્ટ્ર માટે વરસાદની માત્રા એ ભરેલુ નાળીયેર ગણી શકાય. તા.૨૨-૨૩-૨૪ સૌરાષ્ટ્ર માટે લક બાય ચાન્સ છે.

યુરોપિયન અને બીબીસીના મોડલો મુજબ સિસ્ટમ વ્હેલી સરકી જશે તેમ જણાવે છે. પરંતુ હવામાનની ડીજેઈ મોડલ મુજબ સૌરાષ્ટ્રને ફાયદો થાય તેવું દર્શાવે છે.

(3:30 pm IST)