Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ મહામંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

રાજકોટ : સમસ્ત પરજીયા પટ્ટણી જ્ઞાતિના ઉચ્ચતમ માર્કસ મેળવી તેજસ્વીતા પૂરવાર કરનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ તાજેતરમાં હેમુગઢવી હોલ ખાતે સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ મહામંડળ દ્વારા યોજાય ગયો. જેાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને દેશ વિદેશથી પધારેલ મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી  પ્રોત્સાહીત કરાયા હતા. ઓમસાઇ ગ્રુપના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. સમારોહના અધ્યક્ષસ્થાને બાબુભાઇ શામળદાસભાઇ ધાનક સાવલીવાળા હાલ મુંબઇ તેમજ અતિથિ વિશેષ તરીકે પ્રવિણભાઇ ગીરધારભાઇ ઘોરડા કુંદણીવાળા મુંબઇ, નરેન્દ્રભાઇ રૂગનાથભાઇ ધકાણ જામનગર, શ્વેતાબેન પ્રકાશભાઇ ધાનક મુંબઇ, શ્વેતાબેન દેવાંગભાઇ ઘોરડા મુંબઇ, ભુપતભાઇ રમણીકભાઇ ધકાણ અમદાવાદ, અશોકભાઇ જયંતિભાઇ સતીકુંવર રાજકોટ, મહારાષ્ટ્ર સરકારના વિધાનસભ્ય યોગેશભાઇ અમૃતલાલ સાગર, વિજયભાઇ હંસરાજભાઇ સતીકુંવર પ્રમુખ મુંબઇ સમાજ, અમુભાઇ કાલિદાસભાઇ ધધડા (મુંબઇ), હરીભાઇ પરસોતમભાઇ થડેશ્વર રાજકોટ, પન્નાભાઇ તુલસીદાસ ચલ્લા વીછીયા, પ્રવિણભાઇ બાબુભાઇ ચલ્લા વિંછીયા, ધીરૂભાઇ મોરારજીભાઇ ધધડા રાજકોટ, ભગવાનજીભાઇ મોરારજીભાઇ ધધડા દ્વારકા, સંજયભાઇ હિંમતભાઇ ધકાણ રાજકોટ, વલ્લભભાઇ મગનભાઇ ધોરડા મુંબઇ, કાન્તીલાલ ધધડા જામગનર, કાન્તીભાઇ ધકાણ રાજકોટ, પરેશભાઇ ધકાણ સુરત, રાકેશભાઇ સાગર સુરત, હરીભાઇ ધધડા દ્વારકા, મુકેશભાઇ ધધડા દ્વારકા, કિશોરભાઇ ધાનક ભાણવડ વગેરે સહીત અનેકે સંસ્થાઓના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધો.૧૦,૧૨ અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા. જેમાં ધો.૧૨ માં પ્રથમ આવનારને લીલાવંતીબેન જગડા તરફથી સુવર્ણચંદ્રક એન ધો.૧૦ માં પ્રથમ આવનારને રમણીકભાઇ કાનજીભાઇ ધકાણ પરિવાર દ્વારા રજતચંદ્રક એનાયત કરાયો હતો. સ્વાગત પ્રમુખ પ્રવીણભાઇ ધીરૂભાઇ સાગરે કરેલ. સમારંભના અધ્યક્ષ બાબુભાઇ ધાનકે સમાજના ઉદ્યાર્થી ભાઇ બહેનોના ઉત્કર્ષ અર્થે શિક્ષણસહાય ફંડમાં હીરા માતુશ્રી ટ્રસ્ટ તરફથી રૂ.૫ લાખનું દાન અર્પણ કરાયુ હતુ. સમારોહને સફળ બનાવવા રાજકોટ મહામંડળના પ્રમુખ ધીરજલાલ સાગર, ઉપપ્રમુખ ભુતભાઇ ઘોરડા, શિક્ષણ સમિતિના ચેરમેન જયંતિભાઇ ધકાણ, મંત્રી મોહીતભાઇ કાગદડા, પરજીયા સમાચારના તંત્રી સુનીલભાઇ ધાનક, સહતંત્રી હર્ષદભાઇ સાગર તેમજ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાી હતી. મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન સાગર, ક્રિષ્નાબેન કાગદડા, જયોતીબેન ધાનક, પ્રજ્ઞાબેન ઘોરડા, નીલમબેન થડેશ્વર, પ્રીતિબેન ઘઘડા વગેરેએ પણ વ્યવસ્થા સંભાળી હતી.

(2:37 pm IST)