Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

નાકરાવાડી પાસે બે બાઇક સામ-સામે અથડાતાં શુકલ પીપળીયાના ત્રણ ઘવાયા

કાનજી મેળામાંથી પાછો આવતો'તો અને અનિલ તથા માનસિંગ મેળામાં જતા'તાઃ ત્રણેય રાજકોટ સિવિલ હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૨૧: નાકરાવાડી પાસેરાત્રે બે બાઇક સામ-સામે અથડાતાં શુકલ પીપળીયા ગામના અનિલ મનુભાઇ ઝીંઝુવાડીયા (કોળી) (ઉ.૨૦), માનસિંગ બાબુભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૩૦) અને કાનજી નાનજીભાઇ કોળી (ઉ.૨૫)ને ઇજાઓ થતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ કાનજી ગામ નજીક મેળો યોજાયો હોઇ તેમાંથી રાત્રે બાઇક હંકારી પરત ઘરે આવી રહ્યો હતો અને અનિલ તથા માનસિંગ મેળામાં જઇ રહ્યા હતાં ત્યારે બંનેના બાઇક સામ-સામે અથડાતં ઇજાઓ થઇ હતી. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(2:36 pm IST)