Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કુવાડવાના હડાળામાં એમ.પી.ના રમેશ આદીવાસીનો ઝેરી દવા પી આપઘાત

પત્ની સાથે ઝઘડો થતા આદીવાસી યુવાને પગલું ભર્યાની શંકા

રાજકોટ તા.૨૧: કુવાડવાના હડાળા ગામ પાસે ઇંટોના ભઠ્ઠામાં આદીવાસી યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.મળતી વિગત મુજબ હડાળા ગામ પાસે પોપટભાઇ ભરવાડના ઇટ્ટોના ભઠ્ઠામાં રહેતો એમ.પી.નો રમેશ સુમજીભાઇ આદીવાસી (ઉ.વ.૨૩) ગઇકાલે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક રમેશ બે ભાઇમાં નાનો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. પત્ની સાથે ઝઘો થતા આદીવાસી યુવાને પગલું ભર્યુ હોવાની પોલીસે શંકા દર્શાવી છે. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ધીરૂભાઇ ડાંગર, હેમતભાઇ અને નિલેષભાઇએ તપાસ હાથ ધરી છે.

(2:36 pm IST)