Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

રિક્ષાચાલક વિજય જાદવે વ્યાજખોરોની કનડગડતને કારણે ફિનાઇલ પી લીધું

નવી કલેકટર કચેરી સામે બનાવઃ મિત્રએ હોસ્પિટલે ખસેડ્યો

રાજકોટ તા. ૨૧: જામનગર રોડ પર  પ્રેસ કોલોનીમાં રહેતાં રિક્ષાચાલક વિજય ભૂપતભાઇ જાદવ (ઉ.૩૨) નામના રજપૂત યુવાને નવી કલેકટર કચેરી પાસે રિક્ષામાં ફિનાઇલ પી લેતાં તેના મિત્રને જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.વિજય માતા-પિતાનો એક જ પુત્ર છે. તેને સંતાનમાં એક પુત્ર છે. તેણે જણાવ્યું હતું કે ત્રણેક લોકો પાસેથી ૧૦ થી ૧૫ ટકા વ્યાજે નાણા લીધા હતાં. આ સામે ૫૦ હજાર ચુકવી દીધા છે. આમ છતાં વધુ ૧ લાખની માંગણી કરવામાં આવી હોઇ કંટાળી જતાં ફિનાઇલ પી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે પ્ર.નગર પોલીસનેજાણ કરી હતી.

(2:36 pm IST)