Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સ્ટ્રીટ લાઇટ ફોડતાં શખ્સને ટપારતાં સામતભાઇ ભરવાડ પર છરીથી હુમલો

પંચશીલ સોસાયટી પાસે માનસતા આરએમસી કવાર્ટરમાં પાસે બનાવ : ગવો રાવળ લાઇટ ફોડતો હતો ત્યારે સામતભાઇના પત્નિએ વિડીયો ઉતારી લીધો હતો

રાજકોટ તા. ૨૧: ગોંડલ રોડ માનસતા આરએમસી કવાર્ટરમાં રહેતાં સામતભાઇ દેવાભાઇ જાદવ (ઉ.૪૦) નામના ભરવાડ યુવાનને ઘર નજીક બાન લેબ ચોક પંચશીલ સોસાયટીના ખુણે તેના જ પડોશી ગવો રાવળ અને બ્રિજેશ બાવાજીએ અટકાવી મારામારી કરી છરીથી હાથમાં ઇજા કરતાં પત્નિ દિપાલીબેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

દિપાલીબેનના કહેવા મુજબ તેના પતિ ગેસ એજન્સીના ડિલીવરીમેન છે. ગઇકાલે ગવા રાવળે વિજથાંભલા પર ચડીને લાકડીથી સ્ટ્રીટ લાઇટ ફોડી નાંખી હતી. તેને આ બાબતે પોતે ઠપકો આપ્યો હતો અને તે લાઇટો ફોડતો હોઇ તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આથી તેણે ઘરે આવી ઝઘડો કર્યો હતો. તેને તે અંગે પતિ સામતભાઇએ ઠપકો આપ્યો હોઇ ખાર રાખી છરીથી હુમલો કર્યો હતો.

(2:35 pm IST)