Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

મેટોડા જીઆઇડીસીમાં નહેરમાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી

રાજકોટઃ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ માં આવેલ ગીરીરાજ કોલ્ડ સ્ટોરેજ કારખાના પાછળ નહેરના ખાડામાંથી એક રપ થી ૩૦ વર્ષના અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી આવતા લોધીકા પોલીસ મથકના એએસઆઇ એમ. આર. જાડેજા સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે. યુવાને કાળા કલરનું ટીશર્ટ તથા ટ્રેક પેન્ટ પહેરેલ છે. ટ્રેક પેન્ટની ડાબી બાજુ અંગ્રેજીમાં 'અપના ટાઇમ આએગા' લખેલ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો લોધીકા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮ર૭-ર૪૪રર૬ તથા એએસઆઇ એમ. આર. જાડેજા મો. નંબર ૯૧૦૬૮ ૧પ૦૮૩ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:50 pm IST)