Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

મલ્હાર લોકમેળામાં પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ : સિગારેટ-તમાકુ-પાન-ગુટખા પણ નો એલાઉડ : ઉદ્ઘાટન હવે સાંજે પ વાગ્યે

કુલ ૧૩૧ સ્ટાફના ઓર્ડરો : રાઉન્ડ ધ કલોક ચેકીંગ : ગુરૂવારથી મેળાનો દબદબાભર્યો થશે પ્રારંભઃ મેળામાં કુલ ૪ કન્ટ્રોલ રૂમ : તમામના નંબર જાહેર કરાયાઃ સ્ટોલધારકો વધારે જગ્યા ન પચાવે તે જોવા કલેકટરનો

રાજકોટ, તા. ર૦ : આગામી ગુરૂવાર તા. રર થી રેસકોર્સના ૭૦ હજાર ચો.ફુટ જગ્યામાં મેળાનો દબદબાભર્યો પ્રારંભ થશે.  પહેલા ૩ કલાકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન થનાર હતું, પરંતુ હવે સમય ફર્યો છે, હવે સાંજે પ વાગ્યે ઉદ્ઘાટન થશે તેમ એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું.  તેમણે જણાવેલ કે આજેવધુ એક વખત કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ મેળાના મેદાન-સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને તમામ સ્ટોલધારકોને અપાયેલ જગ્યા કરતા વધુ જગ્યા પચાવી ન પાડે તે જોવા અને સઘન ચેકીંગ કરવા આદેશો કર્યા હતાં.

આ વખતે પણ મલ્હાર લોકમેળામાં પ્લાસ્ટીક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, તો તમાકુ નિષેધ મેળો રહેશે. મેળામાં પાન-ફાકી-સિગારેટ-તમાકુ ગુટખા ખાવા તથા લઇ જવા અને વેચાણ ઉપર કલેકટર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

કોઇપણ આ આદેશનું ઉલ્લંઘન કરશે એટલે તૂર્ત જ સ્થળ ઉપર જ આકરો દંડ ફટકારી તે વ્યકિતને મેળામાંથી આઉટ કરી દેવાશે.

મેળાની અંદર લોકોની સુખાકારી તથા અન્ય તમામ બાબતે ખાસ ૪ કન્ટ્રોલરૂમ રહેશે. જેમાં કલેકટરનો કન્ટ્રોલરૂમ નંબર (૯૩ર૮૯ ૭૧૧પપ), પોલીસ કન્ટ્રોલરૂમ નંબર (૯૩ર૮૯ ૧૯પ૮૯), કોર્પોરેશન કન્ટ્રોલરૂમ નંબર (૯૩૧૦ર ૩૮૩૦પ) તથા જીઇબી કન્ટ્રોલરૂમ નંબર (૯પ૧૦ર ૩પ૯૪પ) જાહેર કરાયા છે.

લોકમેળા માટે કલેકટર દ્વારા કુલ ૧૩૧ના સ્ટાફ ઓર્ડરો કરાયા છે, જેમાં ૯૦ જેટલા નાયબ મામલતદાર અને કલાર્ક તથા ર૧ રીઝર્વ અને ર૧ નાઇટ ચેકીંગ માટે ખાસ રહેશે. આ તમામને રાઉન્ડ ધ  કલોક ચેકીંગ કરવા,  રીપોર્ટ કરવા પણ આદેશો થયા છે.

(4:05 pm IST)