Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કોળી સમાજના મતદારોને રીઝવવા કોંગ્રેસ એક્શન પ્લાન ઘડવાના મૂડમાં :સૌરાષ્ટ્રના કોળી નેતાઓનું સંમેલન યોજશે

 

રાજકોટઃ કોંગ્રેસના કોળી સમાજના કદાવર નેતા કુંવરજીભાઇ બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાતા કોળી સમાજના મતદારોને રીઝવવા કોંગ્રેસ એક્શન પ્લાન ઘડવાના મૂડમાં છે અને સૌરાષ્ટ્રનાં કોળી નેતાઓનું સંમેલન યોજવા તીયરીઓ હાથ ધરાઈ છે આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાયેલાં કોળી સમાજનાં નેતાઓ એકઠા થવાનાં છે અને કોળી સમાજનાં ધારાસભ્યો, પ્રમુખો અને અગ્રણીઓ ભેગાં મળીને પ્લાન બનાવવાનાં છે.

  મળતી વિગત મુજબ જિલ્લા અને તાલુકાનાં પદાધિકારીઓ સાથે કોળી સમાજનાં નેતાઓ સંમેલન કરવાનાં છે. ઉપરાંત સંમેલનમાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજરી આપવાનાં છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયા અગાઉ કોંગ્રેસથી નારાજ હતાં જેથી તેઓએ જસદણનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને તેઓ બાદમાં ભાજપમાં જોડાયાં હતાં. ત્યારે કોંગ્રેસ દ્વારા કોળી સમાજનાં મતદારોને રિઝવવા માટે કોંગ્રેસે હવે નવી રણનીતિ ઘડી છે. કોંગ્રેસ કોળી સમાજનાં કોઇ મોટા માથાને કદાચ બાવળિયાનું સ્થાન આપી શકે તેવી સંભાવના છે.

(10:40 pm IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટન અને જર્મનીની ચાર દિવસની વિદેશ યાત્રાએ રવાના :રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન જર્મન ચાન્સલર એન્જલા માર્કેલ સાથે મુલાકાત કરે તેવી શકયતા ;પ્રવાસી ભારતીયો અને વિદેશી મહાનુભાવોને પણ રાહુલ ગાંધી મળશે access_time 12:58 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી સળગ્યાઃ ૧૫ 'દિમાં ૧ લીટરે રૂ.૩ વધ્યા : રાજકોટમાં પેટ્રોલ રૂ.૭૬.૫૬ ડીઝલ રૂ.૭૩.૯૬ access_time 4:04 pm IST

  • મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર નરેન્દ્ર દાભોલકર હત્યા કેસ મામલે એટીએસ દ્વારા શિવસેનાના પૂર્વ કોર્પોરેટર શ્રીકાંત પન્ગારકરની ધરપકડ : એટીએસ શ્રીકાંતની ધરપકડ બાદ તેને લઈને કોર્ટ પહોંચી : કોર્ટે શ્રીકાંતને 28 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. access_time 12:51 am IST