Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં વાતાવરણમાં પલટો : હળવા - ભારે ઝાપટા

રાજકોટથી ધ્રોલ તરફ જામનગર હાઈવે ઉપરના વિસ્તારોમાં હળવા - ભારે વરસાદી ઝાપટા : સુરતમાં વાવાઝોડા જેવો ફૂંકાતો પવન, ધીમી ધારે વરસાદ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને જુદી - જુદી જગ્યાએ હળવા  - ભારે ઝાપટા વરસી રહ્યા છે. રાજકોટમાં આજે સાંજે ૪ વાગ્યા આસપાસથી ઝાપટારૂપે વરસાદ વરસી રહ્યો છે. જે ૫ વાગ્યા સુધીમાં ૯ મીમી વરસી ગયો છે.

જયારે અમરેલીમાં ૫ મીમી, બાબરા, લીલીયા, વલ્લભીપુર અને ઉમરાળામાં ૨ મીમી, પાલીતાણામાં ૪, ભાવનગરમાં ૧ અને તળાજામાં ૫ મીમી વરસાદ વરસ્યો છે.

રાજકોટ - જામનગર હાઈવે ઉપર ધ્રોલ, પડધરી, ફલ્લા સહિતના વિસ્તારોમાં ઝાપટારૂપે વરસાદ વરસી રહ્યો છે.

સુરતમાં પણ આજે સાંજે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

(5:18 pm IST)