Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

માજી સાંસદ શિવલાલ વેકરીયાને હ્ય્દયરોગનો હળવો હુમલોઃ સિનર્જીમાં આઇ.સી.યુ.માં

રાજકોટ, તા., ર૧: રાજકોટના ભાજપના માજી સાંસદ અને  ખેડુત આગેવાન શિવલાલભાઇ વેકરીયાને ગઇકાલે હ્ય્દયરોગનો હળવો હુમલો આવ્યો હતો. તુરત રાજકોટની ટોપની સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયેલ  જયાં તેમની તબીયત સુધારા ઉપર છે. તેમની ઉંમર ૭પ વર્ષ છે.

માજી સાંસદ શિવલાલભાઇ વેકરીયાને ગત રાત્રી છાતીમાં દુઃખાવો થતા હ્ય્દયરોગનો હળવો હુમલો આવતા  પ્રથમ ક્રિટીકલ કેર સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ ડોબરીયાની સારવાર  કરી બાદમાં હ્ય્દયરોગ નિષ્ણાંત ડો. વિશાલ પોપટાણીએ એન્જીયોગ્રાફી  કરતા મેઇન નળી બ્લોકેજ માલુમ પડેલ જેની એન્જીયોપ્લાસ્ટી કરી હતી.

હાલ શિવલાલભાઇ વેકરીયા આઇસીયુમાં સારવાર હેઠળ છે જયાં તેમની તબીયત સુધારા ઉપર હોવાનું જાણવા મળે છે.

(4:23 pm IST)