Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મંદિરે જવાથી દુઃખ દુર ન થાય, દુઃખ સહન કરવાની શકિત મળે છે

BAPS મંદિરે 'સુખનું સરનામું' વિષય પર પૂ. અપૂર્વ મૂનિ સ્વામીનું વકતવ્યઃ ર હજાર જેટલા ગોલ્ડ, સીલ્વર, ઇમીટેશનના વેપારીઓએ લીધેલ લાભ

રાજકોટ : પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮ મા જન્મ જયંતી મહોત્સ્વ ઉપક્રમે પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે 'સુખનું સરનામુ' વિષય પર જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન, ગોલ્ડ ડીલર એસોસીએશન, સીલ્વર મેન્યુફેકચર એસોસીએશન તથા ઇમીટેશન જવેલરી એસોઅસીશનના વેપારીઓ, પ્રતિષ્ઠિતો અને યુવાધન માટે 'પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૦૦૦ જેટલા વેપારીઓએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું. પૂજય અપૂર્વમૂનિ સ્વામીએ 'સુખનું સરનામું' વિષય પર પ્રેરક વકતવ્ય આપતા જણાવેલ કે માણસ માટે સાચું સુખ માત્ર પૈસા, પદાર્થ, પદ અને પ્રતિષ્ઠામાં નથી પરંતુ સાચું સુખ તો સંયમ, સંતોષ, સંપ, સહનશકિત અને સેવામાં છે. ભૌતિક શૈલી બદલવાથી નહીં જીવન શૈલી બદલવાથી સુખી થવાય છે.  મંદિરે જવાથી દુઃખ દુર ન થાય પણ દુઃખ સહન કરવાની શકિત અચૂક મળે છે. સમારોહના અંતે ડીસેમ્બરમાં યોજાનાર પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સ્વના આકર્ષણોનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો. સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા ધૂન અને કીર્તનના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદર્શ પથદર્શક પ્રમુખસ્વામી મહારાજ વિડીયો દ્વારા ઉપસ્થિત સૌએ પ્રેરણા પ્રાપ્ત કરી હતી. શહેરના જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન, ગોલ્ડ ડીલર એસોસીએશન, સીલ્વર મેન્યુફેકચર એસોસીએશન તથા ઇમીટેશન જવેલરી એસોસીએશનના પ્રમુખ, સેક્રેટરીઓ તેમજ કમીટી મેમ્બર્સ સહિત ર૦૦૦  જેટલા તમામ નાના-મોટા વેપારીઓ અને અગ્રણી હોદેદારોએ ઉપસ્થિત રહીને પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું.

(4:12 pm IST)