Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

એકસીસ બેંકને આપેલ પ૦ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

આરોપીની ભાગીદારી પેઢી દ્વારા ૬ કરોડની લોન લઇને ચેક આપેલ હતો

રાજકોટ, તા., ૨૧: એકસીસ બેંક કાલાવડ રોડ દ્વારા શાપરના પિનાકીન બેરીંગ્સની ભાગીદારી પેઢીએ ફરીયાદી બેંકમાંથી આશરે છ એક કરોડ રૂપીયાની લીધેલ લોનના હપ્તાઓ નિયત સમય મર્યાદામાં ચુકવી ન શકતા બેંકે ફેકટરી ટાંચમાં લઇને પઝેશન લેવા આવેલ ત્યારે ફેકટરી ઉંચી કિંમતે સપ્ટેમ્બર ર૦૧૪ સુધીમાં વેચાણના પ્રયત્ન કરીશુ તેવુ લેખીતમાં આપીને સાથે પચાસ લાખ રૂપીયાનો પર્સનલ બેંક ખાતાનો ચેક સીકયોરીટી પેટે વિપુલભાઇ દોંગાએ આપેલ હતો. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકેલ છે.

બેંક સિકયોરીટી ચેક અને પત્ર સ્વીકારીને આગળની કાર્યવાહી સપ્ટેમ્બર સુધી નહી કરવાનું જણાવેલ હોવા છતા બેંકે સીકયોરીટી પેટેનો ચેક આરોપીને જાણ કર્યા વિના અને નિયત સમય મર્યાદા પહેલા બેંકમાં રજુ કરતા આરોપીના ખાતાની અતુરતી બેલેન્સને કારણે ચેક રીટર્ન થયેલ હોવાથી તે સંબંધે બેંકે આરોપીને કાનુની નોટીસ આપેલ અને ત્યાર બાદ આરોપી સામે રાજકોટની નેગોશીએબલ અદાલતમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ હતી.

બેંક આરોપી સામે સીકયુરીટી પેટે આપેલ ચેક રીટર્ન થયેલ ચેક અંગે કરેલ ફરીયાદ દરમ્યાન પીનાકીન બેરીગ્સની સંમતીથી આ એકમનું ચેક રકમથી બે ગણી કરતા વધુ રકમ વસુલ મળેલ હોવા છતા પણ આરોપી સામે કરેલ ખોટો કેસ ચાલુ રાખેલ હોય વિગેરે તમામ હકીકતો કોર્ટના ધ્યાને મુકીને તેમજ વિવિધ કોર્ટોના ચુકાદાઓ આરોપીના વકીલે રજુ કરેલ અને ધારદાર દલીલોને રજુઆત કરતા અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કરતા કોર્ટ વર્તુળમાં ખળભળાટ મચી ગયેલ. આ કામમાં આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શૈલેષ બી.રાઠોડ, હસમુખભાઇ ડી.પરમાર અને વંદનાબેન પોપટ રોકાયેલ.

(4:00 pm IST)