Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગાંજાના જથ્થા સાથે પકડાયેલી અમીના રીમાન્ડ પરઃ નારણ બાવાજીની શોધ

ત્રણ વર્ષથી ગાંજો વેંચતી હોવાનું કથન

રાજકોટ તા.૨૧: જંગલેશ્વરમાં સ્મશાન પાસેથી રોકડ તથા ગાંજાના જથ્થા સાથે પકડાયેલી મુસ્લિમ મહિલાના ભકિતનગર પોલીસે ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. બાવાજી શખ્સનું નામ ખુલતા પોલીસેે તેની શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ જંગલેશ્વર મેઇન રોડ પર સ્મશાન પાસે એસઓજીના પીઆઇ એસ.એન.ગડુ સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી રૂ. ૭,૩૮૦ની કિંમતનો ૧ કિલો ૨૩૦ ગ્રામ ગાંજો અને રૂ. ૫,૬૦૦ રોકડ સાથે અમીના હમીદભાઇ સુણા (રહે. જંગલેશ્વર શેરીનં. ૧૮, દેવપરા મેઇન રોડ) ને પકડી લઇ ભકિતનગર પોલીસને સોંપવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ભકિતનગર પોલીસ મથકના પીઆઇ. વી.કે. ગઢવી તથા રાઇટર નિલેષભાઇ મકવાણાએ અમીનાને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસની પુછપરછમાં અમીના છેલ્લા ત્રણ વર્ષથી ગાંજો વેંચતી હોવાનું અને નારણ બાવાજી ગાંજો આપી જતો હોવાની કબુલાત આપતા પોલીસે નારણ બાવાજીની શોધખોળ આદરી  છે.

(3:58 pm IST)