Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દશામાના વ્રતની પુર્ણાહુતીઃ આજી ડેમ, આજી નદી (રામનાથ) નજીક વિસર્જન

રાજકોટઃ બહેનો દ્વારા દસ દિવસ સુધી ચાલતું દશામાના વ્રતની આજે પુર્ણાહુતી થઇ છે. ભારે શ્રધ્ધાપુર્વક એક સમય ભોજન લઇ અને એક સમયે ફળ-ફ્રુટ તથા ઘણા બહેનો માત્ર ફળ-ફ્રુટ પર જ દસ દિવસ રહયા બાદ દશામાંની મુર્તિની જળમાં પ્રવાહીત કરવાના માતમને ધ્યાને લઇ રાજકોટમાં વ્હેલી સવારથી જ આજી ડેમ ખાતે તથા રામનાથ મંદિર પાસેની નદીના જળમાં પધરામણી કરેલ. નદી નજીકના સ્થળનું પાણી અસ્વચ્છ હોવાથી લોકોએ બહાર જ મુર્તિઓની મોટી સંખ્યામાં પધારમણી કરેલ. આજી ડેમમાં તો મુર્તિઓનું મોટી માત્રામાં વિસર્જન થયેલ. ઉકત બાબતે જાણીતા સામાજીક કાર્યકર દિનેશભાઇ પટેલે જણાવેલ કે ધાર્મિક કાર્ય અને શ્રધ્ધા અંગે કોઇ બેમત હોઇ શકે નહી. પરંતુ કેમીકલવાળી મુર્તિઓ પધરાવાથી ડેમમાં રહેલી માછલીઓ તડપે છે. આ બાબત પણ ધ્યાને લઇ ભવિષ્યમાં કેમીકલ પદાર્થવાળી મુર્તિઓ ન પધરાવવા વિનંતી કરી છે.

(3:46 pm IST)