Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સપ્ટેમ્બરમાં રાજકોટમાં મહેસુલી સેમીનારઃ સૌરાષ્ટ્ર-કચ્છના કલેકટરો-ડીડીઓને બોલાવ્યાઃ મહેસુલ મંત્રી આવશે

બીનખેતી ઓનલાઈન પ્રોજેકટ સૌરાષ્ટ્રમાં શરૂ થાય તેવી શકયતા : કુલ ૨૨ જેટલા મુદ્દા : મહેસુલ સચિવની પણ ઉપસ્થિતિ : તમામ ડે.કલેકટરો - મામલતદારોને તેડુ : ફાઈલો તૈયાર કરવા આદેશ

રાજકોટ, તા. ૨૧ : આગામી તા.૬ સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં મહત્વનો મહેસુલી સેમીનાર યોજાઈ રહ્યો હોય રાજકોટ કલેકટર તંત્ર દ્વારા બિનખેતી ઓનલાઈન ડેટા એન્ટ્રી સહિત કુલ ૨૨ જેટલા મુદ્દાઓ અંગે ફાઈલો તૈયાર કરાઈ રહી છે.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ પત્રકારોને જણાવ્યું હતું કે મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, મહેસુલ સચિવ શ્રી પંકજકુમાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સેમીનાર યોજાશે.

સેમીનાર તા.૬ સપ્ટેમ્બરના રોજ અટલ બિહારી વાજપેયી હોલ ખાતે સવારે ૧૦ થી સાંજે ૬ સુધી રહેશે. સૌરાષ્ટ્ર - કચ્છના તમામ કલેકટરો - ડીડીઓ ઉપરાંત તમામ ડે. કલેકટરો - મામલતદારોને પણ હાજર રહેવા સુચના અપાઈ છે. તુમાર - મહેસુલ બાકી સહિત કુલ ૨૨ મુદ્દા રખાયા છે.

(3:43 pm IST)