Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કાલે જન્માષ્ટમીનો તાવો-ઇનામ વિતરણઃ શનિવારે ગોપી કિશન સ્પર્ધા

કાન્હા કો રાધાને પ્યાર કા પૈગામ લિખા, પૂરે ખતમેં સિર્ફ કાન્હા કાન્હા નામ લિખા... : ગોપી કિશન સ્પર્ધાની સાથે અવનવી કૃતિઓ રજુ થશેઃ ફોર્મ વિતરણ ચાલુઃ ૩ સપ્ટેમ્બરે દિવ્ય-ભવ્ય શોભાયાત્રા

રાજકોટ  તા.૨૧: વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા ભવ્ય આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે સમગ્ર રાજકોટ શહેરમાં લતા સુશોભન કરવામાં આવે છે અને જન્માષ્ટમીના દિવસે ૧૦૦ થી પણ વધારે ફલોટ સુશોભન કરી રથયાત્રા નીકળે છે. અને આ લત્ત સુશોભન અને ફલોટ સુશોભનની સ્પર્ધા રાખવામાં આવે છે જેમને સરસ લત્તા સુશોભન કરેલ હોય અને સારો ફલોટ ટુ-વ્હીલર,થ્રી-વ્હીલર,ફોર-વ્હીલર, મેટાડોર, ટ્રકમાં ફલોટ બનાવેલ હોય તેની પણ સ્પર્ધા રાખવામાં આવે છે અને પ્રોત્સાહન રૂપે દર વર્ષે ભાગ લેનારને ઇનામ તથા શિલ્ડ વિતરણ કરવામાં આવે છે. આ તકે સંતો પ્રેરક હાજરી આપશે.

આવતીકાલે બુધવારના રોજ સાંજે ૭-૩૦ કલાકે BAPS મંદિર, કાલાવડ રોડના સભાખંડ ખાતે ગત વર્ષના ફલોટ સુશોભન તથા લત્તા સુશોભનના વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં સાધુ-સંતો આર્શીવચન પાઠવવા ઉપસ્થિત રહેશે. કૃષ્ણ ભકતોને કાર્યક્રમ અને તાવા પ્રસાદનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.ગત વર્ષે લત્તા સુશોભન કરનાર તેમાં વિજેતા થનાર યુવક મંડળો, યુવા ગ્રુપો, સંસ્થા તથા શોભાયાત્રામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ટ્રેકટર,ટ્રક વિ.ફલોટને સુશોભીત કરનાર અને તેમાં વિજેતા થનારને મહાનુભાવોના હસ્તે શિલ્ડ વિતરણ કરવામાં આવશે. ગત વર્ષે વિજેતા થનારના નામ નીચે મુજબ છે.

તા.રપ ને શનીવારે બપોરે ૩ થી ૬ યોગીધામ સંકુલ, કાલાવડ રોડ ખાતે ગોપી-કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ગોપી-કિશન સ્પર્ધાના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવેલ છે. જેમાં ૬ સ્થળેથી ફોર્મ મેળવી અને પરત કરી શકાશે. સ્પર્ધામાં વિનામુલ્યે ભાગ લઇ શકાશે.

જન્માષ્ટમી મહોત્સવ સમીતી દ્વારા દર વર્ષે શ્રી કૃષ્ણના જન્મને વધાવવા શોભાયાત્રા અને અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના અનુસંધાને બાળકોમાં સૌથી વધુ પ્રિય એવી ગોપી-કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ર થી ૧ર વર્ષની ઉંમરના બાળકો અને બાળાઓ ભાગ લઇ શકશે. અલગ-અલગ કુલ ૬ સ્થળોએથી સ્પર્ધાના ફોર્મનું વિતરણ થશે અને તે જ સ્થળે પરત આપી શકાશે. સ્પર્ધામાં ભાગ લેવાની કોઇ જ ફી રાખવામાં આવેલ નથી. મર્યાદીપ સંખ્યામાં સ્પર્ધકો નોંધવાના હોઇ વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સ્વીકારવામાં આવશે.

બાળકોમાં અતિ પ્રિય અને જેની નાના ભુલકાના વાલીઓ પણ આતુરતાથી રાહ જોતા હોય છે તેવી આ ગોપી-કિશન સ્પર્ધામાં જોડાવવા સમીતી દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગોપી-કિશન સ્પર્ધાના ફોર્મ મેળવવા તથા ભરીને પરત કરવાના સ્થળો

(૧) સેન્ટ ગાર્ગી સ્કુલ વ્/૦ રમાબેન હેરભા, સુભાષનગર-ર, આમ્રપાલી ફાટક પાસે રાજકોટ મો.નં. ૯૮રપપ ૯૦ર૧૩. (ર) પુજા હોબી સેન્ટર વ્/૦ પુષ્પાબેન રાઠોડ, ગુ.હા.બોર્ડ શેરી નં. ૬, મહિલા કોલેજ ફાટક પાસે રાજકોટ મો.નં. ૯૩૭પ૭ ૦પ૦૦પ. (૩) જન્માષ્ટમી કાર્યાલય વિશ્વ હિન્દુ પરીષદ કાર્યાલય, સ્મૃતિ ૮-મીલપરા કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ રાજકોટ મો.નં. ૯૪ર૬૮ ૪૯૮૧૩. (૪) ચાણકય વિદ્યાલય વ્/૦ નયનાબેન પેઠડીયા ૯-બ્રાહ્મણીયા પરા, પાણીના ઘોડા પાસે રાજકોટ મો.નં. ૯૪ર૬૮ ૪૪૦૭૪. (પ) દિપક રેડીમેન્ટ હાઉસ વ્/૦ ભાગ્યેશભાઇ વોરા, પંચનાથ મહાદેવ મંદિર પાસે રાજકોટ ફોનઃ ૦ર૮૧-રરરર૩૧૮ (૬) શ્રીજી ટાઇપીંગ એન્ડ ઝેરોક્ષ વ્/૦ રવિભાઇ સોમૈયા સાકેતા પ્લાઝા, શોપ નં. ૩ હનુમાનજી મંદિર પાસે, પંચનાથ મહાદેવ મંદિર મેઇન રોડ રાજકોટ મો.નં. ૯૬૦૧૮ ૦૯૯૯૦. આ વખતની ગોપી-કિશન સ્પર્ધા દર વખત કરતા કંઇક અનોખી રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે માત્ર સ્પર્ધા જ નહિ સાથો-સાથ અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. સ્પર્ધાની શરૂઆતમાં ગણેશ સ્મૃતિ સાથેનું કથ્થક નૃત્ય તથા ભકિતરસથી તરબોળ ભગવાન કૃષ્ણ પર આધારીત ગીત પર કલાસીકલ નૃત્ય રજુ કરવામાં આવશે અને નાના ભુલકાઓ કૃષ્ણ અને ગોપીના વસ્ત્ર, મેક-અપ અને સજ્જા સાથે જાણે ખરેખર ગોકુળ અહીં ઉતરી આવ્યું હોય તેવં દ્રશ્ય ઉભુ કરી માહોલને કૃષ્ણમય બનાવશે.

સમગ્ર સ્પર્ધાને ખુબ સુંદર રીતે યોજવા માટે ગોપી-કિશન સ્પર્ધાના કન્વીનરો સર્વશ્રી રમાબેન હેરભા તથા વ્યવસ્થાપક ટીમના દુર્ગાવાહીની મહિલા વિભાગ રાજકોટના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયા છે.

સમીતીના અધ્યક્ષ વિજયભાઇ ચૌહાણ, વિહિપ રાજકોટ અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, વિહિપ રાજકોટ કાર્યાધ્યક્ષ હસુભાઇ ચંદારાણા, વિહીપ અધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત હરીભાઇ ડોડીયા તથા વિહિપ રાજકોટ મહાનગર મંત્રી નિતેશ કથીરીયા તથા સમીતી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ફલોટ ફોર-વ્હીલર હેવી ટ્રક-યાત્રા સુશોભન સ્પર્ધા-ર૦૧૭

પ્રથમ       : ખોડલધામ ટ્રસ્ટ,ઓમનગર  ભાતીગળ સંસ્કૃતિ                         ખોડલધામ      રથ

''            : શિવ વંશ રાવળદેવ મંડળ લાઇવ માંડવો

દ્વિતીય      : હિન્દુસ્તાન સૌ રક્ષક સંઘ    તિરંગા

   ''         : સીતારામ મિત્ર મંડળ,      શિવભૂત ગણ

              રાજમોતી મીલ પાછળ

તૃતિય      : સમર્પણ યંગ ગ્રુપ   ગોવરધન પર્વત

   ''         : સ્વામીનારાયણ મંદિર,      ધાર્મિક ફલોટ

              સરધાર

   ''         : શ્યામ મહાદેવ ગ્રૃપ  ધાર્મિક ફલોટ

   ''         : બીએપીએસ          વ્યસન મુકિત

વિશેષ પ્રોત્સાહન                  :      શીશુ મંદિર, મારૂતિનગર         વેદ

   ''         : રાજકોટ શહેર ટ્રાફિક ટ્રાફીકના નિયમો અને 

              પોલીસ શાખા        જાણકારી

   ''         : જય રોકડીયા મિત્ર મંડળ   તોપથી ફુલ વર્ષા

   ''         : કુમ કુમ ગ્રૃપ         વૃક્ષારોપણ

   ''         : નેપાળી જનજાગૃતિ પશુપતિનાથ મંદિર નેપાળ

   ''         : સીતારામ મિત્ર મંડળ,

              રેલનગર            

   ''         : બજરંગ યુવક મંડળ

   ''         : એકતા મિત્ર મંડળ

   ''         : રામનાથ યુવા ગ્રૃપ લાઇવ ડ્રમ

ફલોટ ફોર-વ્હીલર ટ્રેકટર-યાત્રા સુશોભન સ્પર્ધા-ર૦૧૭

પ્રથમ       : રંગીલા હનુમાન ધૂન મંડળ શહિદ ભગતસિંહ

  ''          : વિશ્વકર્મા ગુર્જર સુથાર      વિશ્વકર્માજી

              જ્ઞાતિ પ્રભુજી મંદિર

દ્વિતીય      : દુર્ગાવાહીની-રાજકોટ વીર જવાનો

   ''         : ચાણકય વિદ્યાલય   ભારત માતા

              રણછોડનગર 

તૃતિય      : બ્લેક સ્મિથ યુવા ગ્રૃપ       લુહારની કોટ

   ''         : ભુદેવ સેવા સમિતિ દેશ ભકતો 

વિશેષ પ્રોત્સાહન                  :      રાધેશ્યામ ગૌશાળા       દેશ ભકતો

   ''         : સ્વામીનારાયણ મંદિર       ધાર્મિક ફલોટ

              ભુપેન્દ્ર રોડ

   ''         : આર્ય સમાજ         હવન

   ''         : જયશ્રી કૃષ્ણ મિત્ર મંડળ     અંબાજી દર્શન

              ગંજીવાડા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-રાજકોટ લત્તા સુશોભન સ્પર્ધા-૨૦૧૭

પ્રથમ   :  શકિત યુવા ગ્રુપ               શકિત સોસાયટી, શાળા નં.૧૩

           રજવાડી મિત્ર મંડળ            વિનોદનગર ટાંકા પાસે

દ્વિતીય  : કનૈયા ગ્રુપ             શીતળામાતા મંદિર પાસે

           સીતારામ મિત્ર મંડળ           રેલનગર

તૃતિય  : રાધે-શ્યામ ગ્રુપ                 ભગવતીપરા ત્રિમૂર્તિ ચોક

          જાગૃત હનુમાન ગ્રુપ             રાજારામ સોસાયટી

વિશેષ  : પંચમુખી બાલાજી ગ્રુપ       શ્રીનાથજી સોસાયટી, ૧૫૦ ફુટ રીંગ રોડ

પ્રોત્સાહન       : ક્રિષ્ના ગ્રુપ          નાનામવા રોડ 

    ''    : જય માખણચોર યુવા ગ્રુપ  શ્રીનાથજી સોસાયટી, ૧૫૦ ફુટ રીંગ રોડ

    ''    : ઠાકરધણી મિત્ર મંડળ      હિંમતનગર, રામાપીર ચોકડી પાસે

    ''    : નકલંક ગ્રુપ        સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે

    ''    : જય ગોપાલ મિત્ર મંડળ    પોપટપરા

    ''    : નાગરાજ ગ્રુપ     અંડરબ્રીજ ઉપર રેલ્વે ટ્રેક પાસે

    ''    : ગોકુળ મિત્ર મંડળ          ચંદ્રેશનગર મેઇન રોડ

    ''    : મુરલીવાળા ગ્રુપ            રૈયા રોડ, હનુમાનમઢી ચોક

    ''    : રોકડીયા હનુમાન ગ્રુપ     મોટામવા

    ''    : ક્રિષ્ના ગ્રુપ         અક્ષર માર્ગ, ડો.આંબેડકર ભવન પાસે

    ''    : રાણીમાં રૂડીમાં ગ્રુપ       રૈયાધાર મેઇન રોડ

    ''    : જય મચ્છોમાં મિત્ર મંડળ

    ''    : આર.સી.ગ્રુપ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-રાજકોટયાત્રા સુશોભન સ્પર્ધા-૨૦૧૭ ફલોટ ટુ-વ્હીલર

પ્રથમ   :  શકિત યુવા ગ્રુપ               રાધા-કૃષ્ણ સફાધારી બાઇક સવાર

દ્વિતીય  : રાજેશભાઇ             વાંસળી

   ''     : રંગીલા હનુમાન ધુન મંડળ     હુડકુ

તૃતિય  : નરેન્દ્રભાઇ ખોલીયા             કૃષ્ણ લીલા અને મેરા દેશ મહાન

   ''     : નરેન્દ્રભાઇ ડોબરીયા            કાનુડો ગંગાજળ અવતરણ

   ''     : રામનાથ યુવા ગ્રુપ             બાઇક સવાર

ફલોટ ફોર-વ્હીલર મોટર/છોટા હાથી-યાત્રા સુશોભન સ્પર્ધા-૨૦૧૭

પ્રથમ   :  બોલબાલા ટ્રસ્ટ                         વિવિધ ફલોટસ

દ્વિતીય  : ક્રિષ્ના યુવા ગ્રુપા                        નાગદમણ અને ઝુલો

   ''     : ઇસ્કોન મંદિર                   ધુન

તૃતિય  : ઉમિયાધામ                     ઉમિયાધામ રથ

   ''     : કરૂણા ફાઉન્ડેશન                        સેવા

          (એનીમલ હેલ્પલાઇન)

  વિશેષ

પ્રોત્સાહન       ગોચર અને ગૌસેવા આયોગ

    ''    શ્રીજી ગૌશાળા

    ''    કિશાન ગૌશાળા

   ''     સીટી ડેન્ટલ

ફલોટ થ્રી-વ્હીલર સુશોભન સ્પર્ધા-૨૦૧૭

પ્રથમ   :  જોડીયા હનુમાન મિત્ર મંડળ   અંગદ સીંહાસન લંકામાં

દ્વિતીય  : ગાંડાની મોજ           વેસભુશા-ગાંડાની સેવા

તૃતિય  : મામાની મોજ          બાળ કાનુડો

(3:41 pm IST)