Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ

રાજકોટઃ આધુનિક ભારતના ઘવૈયા, પંચાયતીરાજના પ્રણેતા, યુવા મતાધિકાર અને ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ.રાજીવજીના જન્મદિન નિમિતે રાજકોટ શહેર- જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ડી.એચ.કોલેજ, કોટક સાયન્સ કોલેજ, લો કોલેજ કેમ્પસએ વૃક્ષોનું વાવેતર કરી રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના પ્રમુખો મુકુન્દ ટાંક, ભરતસિંહ જાડેજા, વિધાનસભા પ્રમુખ, મયુરસિંહ પરમાર, હરપાલસિંહ જાડેજા, નિલરાજ ખાચર, બોની પટેલ, દર્શિલ મકવાણા, નિલુ સોલંકી, હિરલબેન રાઠોડ સહિતના જોડાયા હતા.

(3:33 pm IST)