Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રૈયાધારમાં ઓરડી-ઝુપડાનાં ૪૨ દબાણોનો ભુક્કોઃ અઢી અબજની જમીન ખુલ્લી

દબાણો તોડી પડાયા : મ્યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે સવારે રૈયાધાર વિસ્તારમાં તંત્રના પ્લોટમાં ખડકાયેલ ઓરડી, ઝુપડા તથા પ્લીન્થ સુધીના બાંધકામ સહિત કુલ ૪૨ દબાણો હટાવામાં આવ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ :.  શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે કોમ્પલેક્ષ અને બિલ્ડીંગમાં પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં થયેલ દબાણો હટાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત રૈયા રોડ વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીન- પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ૧૮ સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરી છે તેમજ ૧૫૦ ફુટ રિંગ રોડ પર રૈયાધાર વિસ્તારમાં કોર્પોરેશનનાં પ્લોટમાં ગેરકાયદે ખડકાયેલ  ઓરડી, ઝંુપડા તથા પ્લીન્થ સુધીનાં બાંધકામો સહિત કુલ ૪૨ દબાણો દુર કરી રૂ. ૨૭૦ કરોડની ૭૦ હજાર ચો.મીની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. 

આ અંગે કોર્પોરેશનની ટાઉન પ્લાનિગ વિભાગની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર બંછાનિધિ પાની સાહેબની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ

મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ ટી.પી. ૯ રાજકોટ, એફ.પી. નં. GPS-1 (S.E.W.S.H)4 SI-5 (Public Purpose) હેતુના પ્લોટમાં કરવામાં આવેલ ૧૮ પ્લીન્થ, ર ઝુંપડા, રર ઓરડી મળી કુલ ૪ર દબાણ દુર કરી આશરે ૭૦,૦૦૦ ચો.મી. ની જગ્યા ખુલ્લી કરવામા આવેલ છે. જેની અંદાજીત કિંમત ર૭૦ કરોડ થાય છે તથા એનીમલ હોસ્ટેલની સામે આવેલ એફ.પી. નં. S-2 (S.E.W.S.H.)  હેતુના  પ્લોટમાં કરવામાં આવેલ પ૦.૦૦ ચો.મી. ની  એક ઓરડીનું દબાણ દુર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત  મ્યુનિ. કમિશ્નરશ્રી દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના રૈયા રોડ પર વન ડે વન રોડ અંતર્ગત પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણ/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નીચેની વિગતે કુલ– સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છાપરાના દબાણ દુર કરવામાં આવેલ. જેમાં ચાની કેબીન, જય ખોડીયાર હોટલ, ડીલકસ, પટેલ કોલ્ડ્રીંકસ, ડીલકસ, ગણેશ એસ્ટેટ, રાઘે ડેરી, શ્રીજી મેડીસીન, કિશન સાયકલ, જય ખોડીયાર, ખોડીયાર હાર્ડવેર, પીઠડ આઈ કૃપા, મારૂતી ફેબ્રિકેશન, વિવો સ્માર્ટ ફોન, અપોલો મેડીકલ, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક, સન પ્યોર, બાલક્રિષ્ણ ફરસાણ સહિતના ૧૮ સ્થળોએથી છાપરા, કેબીનના દબાણો દુર કરવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર શ્રી પી. ડી. અઢીયા, એ. જે. પરસાણા, શ્રી આર. એન. મકવાણા, તથા અન્ય વેસ્ટ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાના આસિ. મેનેજરશ્રી કાથરોટીયા સાહેબ તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી તથા તેમનો સ્ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી ચુડાસમા તથા તેમનો તમામ સ્ટાફ તથા ટ્રાફિક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:32 pm IST)