Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પંચાયતની કારોબારીના નિર્ણયોનો અમલ સ્થગિત કરતી હાઇકોર્ટ

બિનખેતીના પ૯ કેસ સહિતના ઠરાવોનું ભાવિ અધ્ધરતાલ

રાજકોટ તા.ર૧ : જિલ્લા પંચાયતમાં અર્જુન ખાટરિયાના કાર્યકાળ વખતની ર૧ જુલાઇની છેલ્લી કારોબારીના નિર્ણયોના અમલ પર હાઇકોર્ટની ડીવીઝન બેચે ૩ અઠવાડિયા સુધી સ્ટે. ફરમાવ્યાનું જાણવા મળે છે. બિનખેતીના પ૯ અને વિકાસના અન્ય ઠરાવોનો અમલ અટકેલો જ રહ્યો છે.

અર્જુન ખાટરિયાએ હાઇકોર્ટે આપેલ છુટ મુજબ વિકાસ કમિશનરનો સ્ટે. હટવાના દિવસે જ કારોબારી બોલાવેલ તેની સામે હરીફ જુથે હાઇકોર્ટમાં ધા નાખેલ હાઇકોર્ટે ખાટરિયાની તરફેણમાં ચૂકાદો આપી કારોબારીના નિર્ણયોનો અમલ કરવાનો રસ્તો ખલતા ફરી ભાજપના સભ્ય ધ્રુપદબા જાડેજાએ હાઇકોર્ટની ડીવીઝન બેચમાં અપીલ કરેલ ડીવીઝન બેચે આજે નિર્ણયોના અમલીકરણની હાલ મનાઇ ફરમાવી વધુ સુનાવણી ૩ અઠવાડિયા પછી સુનાવાણી રાખવાનો હુકમ કર્યાનું જાણવા મળે છે

કારોબારીનો વિસ્તૃત એજન્ડા અંગ્રેજીમાં ભાષાંતર કરી રજુ કરવા જણાવ્યું છે. આજની સ્થિતિ ખાટરિયા જુથ માટે લપડાક સમાન ગણાય છે.

(3:13 pm IST)