Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

હેન્ડલ લોક વગરના વાહનો ચોરી લેતાં રાજુ અને યુનુસ પકડાયા

યુનિવર્સિટી પોલીસે પકડ્યાઃ બે વાહનચોરીનો ભેદ ઉકેલાયો

રાજકોટઃ યુનિવર્સિટી પોલીસે વાહનચોરીનો ગુનો ઉકેલી બે શખ્સને પકડ્યા છે. પી.આઇ. ડી.વી. દવેની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડાંગર, એએસઆઇ વી. એન. કુછડીયા, કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ અને હરદેવસિંહ જાડેજા, મેહુલસિંહ ચુડાસમા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી પરથી રામાપીર ચોકડી દેવજીવન હોટેલ પાસેથી રાજુ બાબુભાઇ પરમાર (રજપૂત) (ઉ.૨૨-રહે. મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી-૩) તથા યુનુસ જાનમહમદ બ્લોચ (મુસ્લિમ) (ઉ.૨૨-રહે. રૈયા ગામ સ્મશાન  પાછળ)ને એક બાઇક સાથે પકડી લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ બંનેએ આ વાહન ચોરી કર્યાનું કબુલતાં ધરપકડ કરાઇ હતી. વિશેષ પુછતાછમાં બીજી વાહનચોરી પણ કબુલી હતી. આ વાહનો યુનિવર્સિટી પોલીસ અને પ્ર.નગર પોલીસની હદમાંથી ચોરી કર્યા હતાં. પીએસઆઇ ડાંગર, એએસઆઇ કુછડીયા, પુષ્પરાજસ્િંહ, દિપકભાઇ અને હરદેવસિંહની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી. પોલીસના કહેવા મુજબ બંને મોજશોખ માટે વાહનો ચોરવાની ટેવ ધરાવે છે, રાત્રીના સમયે હેન્ડલ લોક વગરના વાહનો ડાયરેકટ કરીને ચોરી લેતાં હતાં. (૧૪.૫)

(11:55 am IST)