Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ત્રંબામાં દામજીભાઇ પટેલને સગા ભાઇ ખીમજી પટેલે ધોકાથી ફટકાર્યા

ભેંસ લઇ ગયા બાદ ખેતરનો ઝાપો ખુલ્લો મુકી દેવાતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૧: ત્રંબામાં રહેતાં પટેલ વૃધ્ધને તેના જ સગા ભાઇએ ધોકાથી માર મારી ઇજા કરતાં સારવાર લેવી પડી છે.

 

આજીડેમ પોલીસે ત્રંબા રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં દામજીભાઇ રામજીભાઇ ટીંબડીયા (પટેલ) (ઉ.૫૮)ની ફરિયાદ પરથી તેના ભાઇ ખીમજીભાઇ રામજીભાઇ ટીંબડીયા સામે ગુનો નોંધ્યો છે. દામજીભાઇના કહેવા મુજબ ગઇકાલે તેની વાડીનો ઝાપો ખોલી તેના ભાઇ ખીમજીભાઇ  પોતાની ભેંસ હંકારીને નીકળ્યા હતાં. એ પછી ખેતરનો ઝાપો ખુલ્લો જ મુકી દીધો હોઇ તે બાબતે તેનેસમજાવવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ ધોકાથી હુમલો કરી માથામાં ઇજા કરી હતી. પીએસઆઇ જી. એન. વાઘેલાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

દારૂ પી ટ્રેકટર હંકારતો મનસુખ ડાભી પકડાયો

રણુજા મંદિર પાસે લાપાસરી રોડ રામવાડી પાસે રહેતો મનસુખ જગાભાઇ ડાભી (કોળી) (ઉ.૨૦) દારૂ પી જીજે૧૮એચ-૪૪૯૮, ટ્રોલી નં. જીજે૩બીટી-૯૪૭૦ હંકારીને કોઠારીયા ચોકડી બ્રહ્માણી હોલ પાસેથી નીકળતાં આજીડેમના હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ ભીંસડીયા, જયદિપસિંહ સહિતે પકડી લીધો હતો.

(11:54 am IST)