Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા-પુરસ્કાર વિતરણ કાર્યક્રમ

રાજકોટ, તા. ૨૧ :. ડો. અનિલભાઈ મહેતા (સૌ.ક.સ.બ્ર. પ્રમુખ) તથા ભૂપતભાઈ પંડયા ટ્રસ્ટના પ્રમુખની યાદીમાં જણાવ્યુ છે કે વરિષ્ઠ બોડીની કારોબારીની મીટીંગ ટ્રસ્ટના પ્રમુખ ભૂપતભાઈ પંડયાના અધ્યક્ષ સ્થાને 'શારદામઠ' પ્રભાસપાટણ મળી હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયા તથા પુરસ્કાર વિતરણ અંગે ઠરાવ થયા હતા.

વરિષ્ઠ બોડી-કારોબારીની મુદ્દત પૂર્ણ થતા સને ૨૦૧૮ અને ૨૦૧૯ના બે વર્ષ માટે જિલ્લા કક્ષાના હોદેદારો (૧) જિલ્લા પ્રમુખ (૨) જિલ્લાના મંત્રી (૩) જિલ્લાના બે કારોબારી સભ્યોની ચૂંટણી થશે. જેમાં આજીવન સભ્યો પેટ્રન સભ્યો મતદાન કરી શકશે. તા. ૩૧-૮-૨૦૧૮ સુધીમાં બન્નેના આજીવન સભ્યો ભાગ લઈ શકશે. જિલ્લાના પ્રમુખશ્રીએ પોતાના જિલ્લાના તમામ મતદારો જે છે તેને સમયસર જાણ કરવાની રહેશે. ચૂંટાયેલ સભ્યશ્રીઓના નામ મુખ્ય ચૂંટણી અધિકારી ડી.જી. મહેતા (નિમણૂક ઠરાવ કરીને સર્વાનુમતે કરેલ છે)ને સમસ્ત બ્રાહ્મણ બોર્ડીંગ અમરેલીમાં પહોંચતા કરવા અનુરોધ કર્યો છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉચ્ચત્તર મા.શિ. બોર્ડની પરીક્ષા ધો. ૧૦ અને ૧૨ ત્રણેય પ્રવાહ યુનિવર્સિટી પરીક્ષા સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમાં એન્જીનીયરીંગ, મેડીકલ લાઈન જેમા ડીગ્રી-પદવી મેળવી ઉતિર્ણ થયા છે તેવા તમામ વિદ્યાર્થીઓના ગુણપત્રકની ઝેરોક્ષ માર્ચ ૨૦૧૮માં ઉતિર્ણ થયા છે. (૨૦૧૭-૧૮) રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા સન્માનિત વિશિષ્ઠ પ્રતિભા ધરાવનાર વ્યકિતઓનો સમાવેશ કરેલ છે. ગુણપત્રકો તા. ૩૦-૯-૧૮ સુધીમાં પારિતોષિક સમિતિના ચેરમેન ડી.જી. મહેતા સમસ્ત બ્રાહ્મણ બોર્ડીંગમાં પહોંચતા કરવા ગુણપત્રકોની પાછળ પોતાનું નામ-સરનામુ લખવા જણાવાયુ છે.(૨-૩)

(11:54 am IST)