Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાજકોટના માલવીકાબેન ચુડાસમાને જુનાગઢમાં પતિ-સાસરિયાનો ત્રાસ

નાની-નાની વાતે ગાળો દઇ મારકુટઃ છ સામે મહિલા પોલીસે ગુનો નોંધ્યો : આઠ વર્ષના લગ્ન જીવનમાં ૧૦ વખત રિસામણે આવવું પડ્યું

રાજકોટ તા. ૨૧: હાલ કુવાડવા રોડ પર સિધ્ધી વિનાયક પાર્ક-૧માં રહેતી માલવીકાબેન મયુર ચુડાસમા (ઉ.૨૬) નામની પરિણીતાને જુનાગઢમાં પતિ-સાસરિયાએ મારકુટ કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ થઇ છે.

મહિલા પોલીસે માલવીકાબેનની ફરિયાદ પરથી જુનાગઢ મધુરમ્ બાયપાસ રાજમોતી સોસાયટી વૃષભ પેલેસ બ્લોક નં. ૪૦૧ ખાતે રહેતાં તેણીના પતિ મયુર ચુડાસમા, સસરા ભીખુભાઇ નરસીભાઇ ચુડાસમા, સાસુ રમાબેન, નણંદ સોનીબેન વિનોદ સોનારીયા, પ્રિતીબેન મનોજ વાઢેર અને કાકાજી સસરા ચંદુભાઇ ચુડાસમા સામે આઇપીસી ૪૯૮ (ક), ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

માલવીકાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું દસ મહિનાથી માવતરે છું. સંતાનમાં ચાર વર્ષની દિકરી છે. લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે. લગ્નના એકાદ વર્ષ પછી પતિ-સાસુ-સસરાએ નાની-નાની વાતે જેમતેમ બોલી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. હું કંઇ બોલુ તો પતિ કહેતો કે તારો જ વાંક હશે, મમ્મીનો વાંક જ ન હોય. તેમ કહી મારકુટ કરતો હતો. લગ્ન જીવન દરમિયાન સતત ત્રાસને કારણે મારે દસ વખત માવતરે રિસામણે આવવું પડ્યું છે. વારંવાર સમાધાન કરીને તેડી જવાતી હતી. છેલ્લે દસ માસ પહેલા લગ્ન પ્રસંગમાં જવા બાબતે સાસુ-પતિએ ઝઘડો કર્યો હતો અને પતિએ હવે તને નથી રાખવી તેમ કહી દીધુ હતું. તેણે કહેલું કે મારા કાકા ચંદુભાઇ કહે તેમ જ થશે, અમે તેને પાવર ઓફ એટર્ની આપી દીધી છે.

હેડકોન્સ. ગીતાબેન પંડ્યાએ ઉપરોકત આરોપો સાથેની ફરિયાદ બાબતે વિશેષ તપાસ શરૂ કરી છે.

(11:31 am IST)