Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સ્વદેશી અભિયાન અંતર્ગત બનાવાયેલ વેબસાઇટનું લોન્ચીંગ

આર્મ્ડ ફોર્સિસ માટે કાર્યરત એવા સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને રાજકોટના ગૌરવ એવા ''અભયમ'' સંસ્થાની ટિમ દ્વારા સ્વદેશી અભિયાનને મુળેથી મજબુત કરવા માટે એક અલગ જ પ્રકારનું અભિયાન આદરવામાં આવ્યું હતું. અભયમની ટીમ દ્વારા એક રીસર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. દેશમાં બનતી વસ્તુઓની કંપની, ચાઇનાની વસ્તુઓની કંપની, અન્ય દેશોની આયાતી વસ્તુઓ બ્રાન્ડ તથા વિદેશની પણ આપણા દેશમાં મેન્યુફેકચરીંગ કરતી હોય એવી કંપનીઓ બાબતે ખુબ ઉંડુ સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ડેટાને સામાન્ય લોકો સુધી પહોંચાડવા ઉતમ માધ્યમ તરીકે ઇન્ટરનેટને પસંદ કરી એક અતી ઉત્તમ વેબસાઇટનું સર્જન કરવામાં આવ્યું અને ગુણ એવું જ નામ અપાયું www.BeSwadeshiBuySwadeshi.com વર્તમાનમાં લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળ્યા છે પરંતુ જાગૃતતાના અભાવે વિદેશી/ચાઇનીજ વસ્તુઓ ખરીદી લે છે. હવે આંગળીના ટેરવે પલકવારમાં લોકોને ખબર પડી જશે કે પોતે ખરીદવા માંગતા વસ્તુ કયાં બનેલી છે, અને એ જો વિદેશી હોય તો ભારતની કઇ બ્રાન્ડ નેમ હેઠળ એ વસ્તુ મળી જશે. www.BeSwadeshiBuySwadeshi.com ને રાજયસભાના ભાજપ સાંસદ અને વરીષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજના હસ્તે ખુલી મુકવામાં આવી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:28 pm IST)