Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

થોરાળામાં દેશીદારૂની ડ્રાઇવમાં દેશી દારૂ અને આથા સાથે બેની ધરપકડ

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મોનજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ્દ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા,ની સૂચનાથી થોરાળા, ભકિતનગર, આજીડેમ, એ ડીવીઝન, બી ડીવીઝન, પોલીસ સ્ટાફ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશીદારૂ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી. પોલીસે કુબલીયાપરા વિસ્તારમાં દરોડો પાડી કુબલીયાપરા વોંકળાના કાંઠા પાસેથી રૂા.૩૮૦ ની કિંમતનો ૧૯ લીટર દેશી દારૂ તથા ૧૪૪૦ નો ૩૬ લીટર આથા સાથે વીનોદ છોટુભાઇ પરમાર (ઉ.૪૩)  (રહે. કુબલીયાપરા શેરી નં.પ) અને આશા રામાભાઇ પરમાર (ઉ.૪પ) (રહે. કુબલીયાપરા શેરી નં.પ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી આ ડ્રાઇવમાં થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.કડીયા તથા  પીએસઆઇ એ.એલ.બારસીયા, હેડક ોન્સ આનંદભાઇ પરમાર, વિજયભાઇ મેતા, નરશંગભાઇ ગઢવી, યુરાજસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

(4:21 pm IST)