Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

હર હર મહાદેવ : આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

રાજકોટ : માત્ર એક લોટો જળ અને બીલીપત્ર ચડાવવાથી જે રીઝી જાય છે તેવા ભોળાનાથ ભગવાન શિવને ભજવાના અવસરરૂપ પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. કોવિડ-૧૯ ની ભયાવહતા વચ્ચે મંદિરોમાં નિયમ પાલન સાથે ભકિત ભાવ થઇ રહ્યો છે. મર્યાદિત લોકોની હાજરી સાથે શિવાલયોમાં ફુલોના શણગાર સાથે પૂજન અર્ચન શરૂ કરાયા છે. દર્શનાર્થીઓએ કોરોનાથી સાવધ રહેવા સામાજીક અંતર જાળવવા અને મોઢે માસ્ક બાંધીને આવવા વિવિધ મંદિરો પર બોર્ડ લાગી ગયા છે. તેમજ આ આવી પડેલ મહામારીમાંથી જન જનને ઉગારી લેવા અને બધાનું સ્વાસ્થ્ય તંદુરત બને તેવી પ્રાર્થનાઓ ભગવાન શિવ સમક્ષ કરવામાં આવી હતી. તસ્વીરમાં રાજકોટના સુપ્રસિધ્ધ સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિર અને એવાજ શ્રી પંચનાથ મહાદેવ મંદિરે આજ શ્રાવણના પ્રથમ દિવસનો માહોલ જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:00 pm IST)