Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રાજકોટના આજીડેમ પાસે પ્રજાપતિ મામા - ભાણેજ પર વીજળી ખાબકી : મામાનું કરૂણ મોત

રાજકોટ : આજે સાંજે રાજકોટ પર વરસી ગયેલ મુશળધાર વરસાદ દરમ્યાન આજીડેમ પાસે મામા - ભાણેજ પર વીજળી પડી હતી, જેમાં યુવાન મામાનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક નર્સિંગના 2જા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

મૃતક, બહેન - બનેવી અને ભાણેજ સાથે આજે રવિવારી બજારમાં ખરીદી કરવા ગયો હતો ત્યારે તેના પર વીજળી પડી હતી. 6 બહેનોના એકના એક ભાઈના મોત થી પ્રજાપતિ પરિવારમાં શોક છવાયો છે.

(11:13 pm IST)
  • અમદાવાદના નારોલમાં વગર વરસાદે ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસતા લોકો પરેશાનઃ નારોલના તળાવમાં પણ ગટરના પાણી ફરી વળ્યાઃ નારેાલના મંદિરની હાલત દયનીયઃ નારોલમાં લોકો બીમાર પડવા લાગ્યાઃ નગરપાલીકામા રજા હોય ત્યાના રહીશોએ વિડીયો વાયરલ કર્યો access_time 1:06 pm IST

  • મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલઃ આણંદ જિલ્લામાં બોરવીયા, નડીયાદ, છોટાઉદેપુરમાં સવારથી વરસાદઃ લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રીથી લોકો ખુશખુશાલ access_time 1:10 pm IST

  • મુંબઇના કોલાબાના અર્ચિત ચેમ્બરમાં લાગી આગ: અનેક લોકો ફસાયા છે : ૪ ફાયર ફાઇટરો ઘટના સ્થળે આગને બુઝાવવા પાણીનો મારો ચલાવી રહ્યા છે access_time 2:26 pm IST