Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રાજકોટમાં ગાજવીજ સાથે ૨ કલાકમાં ૨ ઇંચ ભારે વરસાદ તૂટી પડ્યો : વીજળીના કડાકા ભડાકા અને વાદળાંઓની ગડગડાટી સાથે અનરાધાર મેઘસવારી સાથે મેઘાવી માહોલ : લોકોએ મન ભરીને વરસાદમાં ન્હાવાની મોજ માણી : ઠેર ઠેર પાણી ભરાયા

સૌરાષ્ટ્ર અને રાજકોટવાસીઓને મેઘરાજાએ લાંબી રાહ જોવરાવ્યા પછી આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પધરામણી કરતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. સૌરાષ્ટ્રના ચેક ડેમો નદીનાળામા ભારે પાણીની આવક થતા લોકો અને ખેડૂતોમાં  ખુશીની લહેર જોવા મળી હતી. લોકોના મન પરથી ચિંતાના વાદળો વિખેરાય ગયા  હતા. લોકો ખુશાલી સાથે વરસાદની મઝા માણવા રસ્તા પર નિકળી પડયા હતા. અનેક લોકો પોતાના બાળકો અને પરિવાર સાથે નિકળી પડયા હતા યુવાનો વરસદાના પાણીમાં રીતસર ધુબાકા મારતા હતા શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર, બીગબજાર ,વડી રોડ, મહિલા કોલેજ અન્ડરબ્રીઝમાં વરસાદના પાણી ભરાતા લકોનો આ પાણીને જોવા ભારે ઘસારો રહ્યોહ તો આવીજ રીતે રેસકોર્ષ રોડપર પણ અનેક લોકોએ વરસાદમા ભીંજાવાનો આનંદ માણ્યો હતો આજે રાજકોટમા સરેરાસ બે ઇંચ વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે બાળકોથી લઇને યુવાનો-યુવતીઓ કે પછી સીનીયર સીટીઝનોના ચહેરા પર રીતસર આનંદની છોળો ઉડતી નજરે પડતી હતી તે પ્રસંગની વિવિધ તસ્વીર.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટમાં આજે દિવસભરના બફારા બાદ બૉંપર પછી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. બપોર બાદ 4-30 થી ૭ વાગ્યા સુધીમાં ૨ ઇંચ અનરાધાર વરસાદ પડી gyo છે. વીજળીના કડાકા ભડાકા અને વાદળાંઓની ગડગડાટી સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો.

મેઘ મહેર થતા રાજકોટીયનો વરસાદનો આનંદ લેવા રસ્તા પર ઉતરી પડ્યા હતા અને વરસાદમાં નહાવાની મોજ માની હતી જે ઉપરોક્ત તસવીરોમાં જોઈ શકાય છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

(10:06 pm IST)