Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

સાધુ વાસવાણી રોડ પરથી જીતેન્દ્ર ઉર્ફ ગોટી ચૌહાણ કારમાં દારૂ બીયરના જથ્થા સાથે ઝડપાયો

રાજકોટઃ યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પાસેથી જીજે૦૩એચકે-૪૧૩૮ નંબરની કારમાં દારૂની ૬૮ બોટલ અને બીયરના ૨૪ ટીન મળી રૂ. ૪૬૮૦૦ના દારૂ-બીયરના જથ્થા સાથે લક્ષ્મીનગર-૫માં શાંતાકુંજ ખાતે રહેતાં જીતેન્દ્ર ઉર્ફ ગોટી લાલજીભાઇ ચૌહાણ (ખવાસ) (ઉ.૩૧)ને પકડી લઇ દારૂ-કાર મળી રૂ. ૪,૪,૬૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પી.આઇ. એ. એલ. આચાર્યની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, પુષ્પરાજસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(11:53 am IST)