Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ગુજરાતમાં વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યો છે

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આજે બપોરે ૧:૪૦ કલાકે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળના કિનારા નજીક જે લોપ્રેશર થયુ હતું ગઈકાલે વેલમાર્ક બની આજે વધુ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે જે બાલાસોરથી ૧૨૦ કિ.મી. પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ છે આ સિસ્ટમ્સ આવતા બે-ત્રણ દિવસમાં મધ્યપ્રદેશમાં પહોંચી જશે, એટલે વરસાદનો મુખ્યત્વે રાઉન્ડ ગુજરાતમાં આવી રહ્યો છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને તેને લાગુ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લામાં પણ વરસાદની શકયતા : બાકીના જીલ્લાઓ માટે : વધુ આગાહી ૨૩ જુલાઈના સોમવારે તેઓ કરનાર છે તેમ જણાવ્યુ છે

 

(4:05 pm IST)