Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

મક્કમ ચોકમાં જબ્બર ગાબડું અકસ્માતનો ભયઃ ''અકિલા'' લાઇવ ન્યુઝમાં લોક ફરિયાદ

રાજકોટ : શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક રાજમાર્ગો ઉપર ગાબડાઓ પડી જતાં અકસ્માત સર્જાવાની ભીતીઓ ઉભી થઇ છે. શહેરના મક્કમ ચોકમાં રસ્તો તુટી ગયો છે અને પરિણામે અહીંથી પસાર થતાં હજારો લોકોને અકસ્માતનો ભય સતાવી રહયો છે. નોંધનીય છે કે 'અકિલા' લાઇવ ન્યુઝ પ્રસારણનાં દર્શક દ્વારા 'અકિલા'ના મોભી પૂ. કિરીટભાઇનું ધ્યાન દોરી અને મક્કમ ચોકનાં તુટેલા રસ્તા અંગે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અન રસ્તા પર પડેલા આવા મોટા ગાબડાઓનું તાકીદે રિપેરીંગ કરાવવા માંગ ઉઠાવી હતી. તસ્વીરમાં મક્કમ ચોકના રસ્તા ઉપર પડેલું મોટું ગાબડું નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧.૨૨)

 

(4:04 pm IST)